________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન અધ્યાય સત્તાવનમા.
શતાવરી, એ ઔષધનું ચૂર્ણ કરીને ધી સાથે ચાટવાથી બુદ્ધિ વધેછે અને ત્રણ દિવસમાં એક હજાર શ્લોક મોઢે રાખી શકવાની શક્તિ આવેછે.
બાળકને વાચા આણવાના ઉપાય.
त्रिकटु त्रिफला धान्या यवांनी शतमूलिका । वचा ब्राह्मी तथा भार्गी चूर्ण च मधुना लिहेत् ॥ . वाक्पटुत्वं च बालानां नादो वीणासमस्वरः ।
સુંઠ, પીપર, મરી, હરડે, બેહેડાં, આમળાં, ધાણા, જવાન, શતાવરી, વજ, બ્રાહ્મી, ભારંગ, એ ઔષધોનું ચૂર્ણ મધ સાથે ચાટવું. તેથી બાળકાની વાણીની ચપળતા વધે છે, અને તેને કંઠ વીણાસમાન મધુર થાય છે.
અપસ્મારની ચિકિત્સા, લક્ષણા.
यस्य श्वासो विचेतन्यं तन्द्रा चातीव वेपथुः । शिरोऽर्तिः सज्वरश्चैव स चासाध्यो भिषग्वर ! ॥ लालास्स्रुतिर्विचेतन्यं दृप्तविभ्रान्तलोचनम् । स्तब्धाङ्गविकृतिर्यस्य चापस्मारी स उच्यते ॥
939
હું વૈધશ્રેષ્ઠ ! જે ખાળ,દ્ધને શ્વાસ, અચેતપણું, ઘેન, અતિશય કંપારી, માથાની પીડા, અને તાવ, એવા વ્યાધિ ( અપસ્માર કે વાયુનો) થયા હાય તે અચે નહિ. પણ જે અપસ્મારવાળા બાળકના મુખમાંથી લાળ ગળતી હાય, જે બેભાન થઇ જતા હોય, જેની આંખેા મઢવાળી તથા વિશ્રાંત હાય, જેનું અંગ લાકડા જેવું અક્કડ થઇ ગયું હોય, એવા રાગવાળાને અપસ્મારના વ્યાધિવાળા કહે છે. અપસ્મારને લોકેા ફેકરૂં કે વાયુને રોગ કહે છે.
અપસ્મારના ઉપચાર,
अपस्मारे तु बालस्य शीतलानि प्रयोजयेत् ॥ वचा सैन्धवपिप्पल्यो नस्यं हि गुडनागरः । रसं चागस्तिपत्रस्य मरिचैः प्रतियोजितम् ॥
For Private and Personal Use Only