________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય ઓગણસાઠમો.
૭૫૩
*
(
સઘળા દેવકર સપનું વિષ વાતાત્મક છે; સર્વે મંડળવાળા સપનું વિષ પિત્તાત્મક છે; અને સર્વે રાજીમંત સર્પનું વિષ કાત્મક છે.
અસાધ્ય વિષનું લક્ષણ, विचित्रगमनं मूर्ध्नः पीडनं चातिदुर्भरम् ॥ हृदये व्यथनं यस्य तमसाध्यं वदन्ति च । नासारक्तस्नुतिर्यस्य नेत्रे प्लावश्च दृश्यते ॥ जडा च जायते जिह्वा तमसाध्यं विदुर्बुधाः । यस्य लोमानि शीर्यन्ते पीताभं शरीरं भवेत् ॥ न स्थिरं मस्तकं यस्य तमसाध्यं भिषग्वर। एभिर्विरहितं दृष्टा कुर्यात्तस्य प्रतिक्रियाम् ॥
જે વિષવાળા રેગીની ગતિ વિચિત્ર થાય, માથામાં અત્યંત પીડા થાય, અને છાતીમાં વ્યથા (પીડા) થાય, તેને અસાધ્ય કહેવો. જે વિષરોગીના નાકમાંથી લોહી વહેવા માંડે, જેની આંખમાં પાણી ભરાઈ જાય અને જેની જીભ જડ થઈ જાય, તેને વિશ્વવિદ્યા જાણનારા વિદ્વાને અસાધ્ય કહે છે. તે વૈદ્યત્તમ! જેના શરીરનાં રૂવાં ખરી પડે, જેનું શરીર પીળું થઈ જાય, તથા જેનું માથું સ્થિર રહે નહિ, તેને અસાધ્ય જાણો. એટલાં લક્ષણ વિનાને જે વિષરોગી હોય તેની ચિકિત્સા કરવી.
વિષાબંધન મંત્ર, औं नमो भगवते सुग्रीवाय सकलविषोपद्रवशमनाय उग्रकालकूटविषकवलिने विषं बन्ध बन्ध हर हर भगवतो नील. कण्ठस्याज्ञा।
इति विषबन्धनमन्त्रः ।
ભગવાન સુગ્રીવ કે સઘળા વિષના ઉપદ્રવને શમાવનારા છે તેમને નમસ્કાર છે. તે ભયાનક એવા કાલકૂટ વિષને ખાઈ જનારા છે. હે ભગવાન વિષને બાંધે બાંધે, હરે હરો, ભગવાન નીલકંઠની આજ્ઞા છે.
For Private and Personal Use Only