________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
હારીતસંહિતા.
હવે વિષને લેપ થવાથી અથવા ક્ષત ક્ષયું હોય તેમાં વિષને પ્રવેશ થવાથી વિષ લેહીમાં ભળે તેના ઉપચાર કહું છું કે જેથી રોગીને સુખ થાય. જે વિષ મર્મસ્થાનમાં ગયેલું હોય તેને અસાધ્ય જાણવું. જે વિષ ત્વચા અને લોહીમાં ભળેલું હોય તેને સાધ્ય જાણવું; અને જે વિષ માંસમાં ગયું હોય તેને કષ્ટસાધ્ય જાણવું. તેમજ હે પુત્ર! જે વિષ ધાતુઓમાં જઈ પહોચ્યું હોય તેને પણ અસાધ્ય જાણવું. હવે એ વિષનાં ઔષધ કહું છું. જે મનુષ્યને લેપ કરવાથી વિષ ચઢયું હેય તેને ઉપાય આ પ્રમાણે કરે; હળદર તથા આંબા હળદરને ખાટી કાંજીમાં વાટીને તેનો લેપ કરવાથી લેપથી ચઢેલું વિષ નાશ પામે છે. એમાં સંશય નથી.
બીજેરાના રસથી અથવા કાંજીથી અથવા અતિ ઠંડા પાણીથી લેપાયલા ભાગ ઉપર સિંચન કરવાથી વિષ નાશ પામે છે એમાં સંશય નથી.
જંગમ વિષની ચિકિત્સા विषं जङ्गममित्युक्तमष्टधा भिषगुत्तम!। दर्वीकरा मण्डलिनो राजिमन्तश्च गुण्डसाः॥ वृश्चिको गोरकश्चापि तथा च खण्डबिन्दुकः ।
अलर्कमूषमार्जारविषं प्रोक्तमनेकधा ॥ હે વૈવોત્તમ! જંગમ વિષ આઠ પ્રકારનું કહેવું છે. તે આઠ પ્રકારનાં નામ-દવકર (ફણાધારી નાગ)નું વિષ, મંડળ (ગળ કુંડાળાં) વાળા સાપનું વિષ, રાજીમંત (ભીંગડાની હારેવાળા) સાપનું વિષ, બુડસ નામે સાપનું વિષ, વીંછીનું વિષ, ગોરક (ગેરા વીંછી)નું વિષ, ખંડબિંદુક્લનું વિષ, અને હડકાયા કૂતરાનું વિષ. એ વિના ઉંદરડા બિલાડા વિગેરે અનેક પ્રકારના જાનવરોનું અનેક પ્રકારનું વિષ છે.
વિષના ત્રણ પ્રકાર, दीकराणां सर्वेषामुक्त वातात्मकं विषम् । मण्डलिनां च सर्वेषां पैत्तिकं विषमुच्यते ॥ राजिमन्तश्च ये प्रोक्तास्तेषां विषं कफात्मकम् ।
For Private and Personal Use Only