________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૪૨
હારીતસંહિતા.
आग्नेयी दिशमाश्रित्य प्रदोषे बलिमाहरेत् । एवं क्रमेण मासस्य वर्षस्य बलिकर्म च ॥
આઠમે દિવસે સેના નામે પૂતના બાળકને પકડે છે. એ પૂતનાએ પકડેલા બાળકને શ્વાસ થાય છે તથા તેના હાથ અત્યંત કપે છે. એ પૂતનાને દહીં, ભાત, તલનું ચૂર્ણ અને પાળીઓનું બલિદાન આપવું તથા ધૂપ, દીપ, ગંધ, પુષ્પ, તાંબૂલ અને અક્ષતવડે તેનું પૂજન કરવું. એનું બલિદાન અગ્નિ ખૂણામાં પ્રદેષ કાળે મૂકવું. એ જ પ્રમાણે મહિને અને વર્ષનું પણ બલિદાન વિગેરે સમજવું.
इति आत्रेयभाषिते हारीतोत्तरे तृतीयस्थाने बालचि
कित्सा नाम सप्तपंचाशत्तमोऽध्यायः ।
अष्टपञ्चाशत्तमोऽध्यायः।
ભૂતવિદ્યા, ભૂતનાં સ્થાન.
आत्रेय उवाच । शून्ये देवकुले श्मशानभुवने वीथीप्रतोलीतले रथ्याहारविहारशून्यनगरे चारामके चत्वरे । जायन्ते क्षुभिते च चेतसि नरे क्षुद्रग्रहायां छलाः ते चापि प्रथिता ग्रहा दशविधा वक्ष्याम्यतः साम्प्रतम् ॥
આત્રેય કહે છે–શૂન્ય દેવાલયમાં, સ્મશાન ભૂમિમાં, શેરીમાં, રાજમાર્ગમાં, ગાડાંની ઘરેડમાં, જેનના દેવાલયમાં, ઉજડ થયેલા નગરમાં, બગીચામાં, ચાર રસ્તાના ચકલામાં એ જગેએ મનુષ્ય બીકથી
ભ પામે તે તેને ક્ષુદ્ર ગ્રહના છળ લાગુ થાય છે. તે ક્ષુદ્ર ગ્રહોમાં દશ પ્રકારના ગ્રહ પ્રખ્યાત છે તે હવે હું તને કહું છું.
For Private and Personal Use Only