________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
કુમારીનું લક્ષણ વિગેરે. चतुर्थे दिवसे बालं कुमारी नाम पूतना ॥ गृह्णाति बालकस्तेन ज्वरेण परितप्यते । स्तन्यं न गृह्णते बालस्तन्मुखं परिशुष्यति । कृशत्वं रोदिति तस्याः शृणु पूजाबलिक्रमम् ॥ पायसं सघृतं खण्डं घृतस्य दीपकत्रयम् । मृण्मयी प्रतिमां कृत्वा पुष्पधूपाक्षतैरपि । कृतान्तदिशि मध्याह्ने बलिं दत्वा सुखी भवेत् ॥
ચોથે દિવસે કુમારી નામે પૂતના બાળકનું ગ્રહણ કરે છે તેથી તે તાવડે પીડાય છે. તેથી બાળક ધાવતું નથી, તેનું મુખ સૂકાઈ જાય છે, તથા તેનું શરીર કૃશ થઈ જાય છે. એ પૂતનાનું પૂજન તથા તેને બલિદાન આપવાનો ક્રમ હું તને કહું તે સાંભળ. એ પૂતનાની ભાટીની પ્રતિમા કરીને ખીર, ઘી અને ખાંડનું નૈવેદ્ય કરવું; ઘીના ત્રણ દીવા કરવા, પુષ્પ, ધૂપ અને દીપવડે તેનું પૂજન કરવું. એનું બલિદાન મધ્યાહે દક્ષિણ દિશાએ મૂકવું. એ રીતે કરવાથી બાળકને સુખ થાય છે.
શાકુની પૂતનાનું લક્ષણ વિગેરે पञ्चमे दिवसे बाले शाकुनी नाम पूतना। गृह्णाति स तयाक्रान्तः स्तन्यं नाकषते शिशुः । सज्वरो वमति रौति कासमानोऽथ वेपते ॥ तस्याः शोभनिका पूजा क्रियते तिललड्डुकैः। श्वेतगन्धाक्षतैयूंपैः पूजयेन्मृण्मयाकृतिम् ।
उत्तराणां समाश्रित्य पूर्वाह्ने बलिमाहरेत् ॥ પાંચમે દિવસે બાળકને શાકુની નામે પૂતના પકડે છે. એ પૂતનાએ પકડેલે બાળક દૂધ ધાવતું નથી. બાળકને તાવ આવે છે, ઉલટી થાય છે, રડે છે, ખાંસી થાય છે, અને કંપે છે એ પૂતનાની માટીની પ્રતીમા બનાવીને તેની તલના લાડુવડે સુંદર પૂજા કરવી. તેને
For Private and Personal Use Only