________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય અઠ્ઠાવનમો.
1982
*
*
** *
ગ્રહની સંખ્યા दश प्रोक्ता महाचार्यः कैश्चिदप्येकविंशतिः।
दशग्रहाणां वक्ष्यामि चिकित्सां शृणु पुत्रक!॥ મોટા આચાયોએ એવા ગ્રહ દશ કહેલા છે, અને કેટલાક આચાર્યોએ એ ગ્રહો એકવીસ પ્રકારના કહેલા છે. હે પુત્રક તેમાંના (મુખ્ય) દશગ્રહની ચિકિત્સા હું તને કહું છું તે સાંભળ.
રહેનાં નામ, ऐन्द्राग्नेयो यमश्चान्यो नैतो वरुणो गृहः। मरुतोऽपि कुबेरश्च ऐशान्यो ग्रहको ग्रहः। पैशाचिको ग्रहश्चान्यो दशैते ग्रहनायकाः ॥
દ્રગ્રહ, આયગ્રહ, યગ્રહ, નૈતિગ્રહ, વરૂણગ્રહ, ભરતગ્રહ, કુબેરગ્રહ, ઐશાન્યગ્રહ, ગ્રહકગ્રહ, પિશાચગ્રહ, એ દશ, બધા ગ્રહોમાં ગ્રહગ્રહ, મુખ્ય છે. (મનુષ્યને ગ્રહણ કરે છે–વળગે છે માટે તે ગ્રહ કહેવાય છે.)
અંગ્રહનું લક્ષણ आरामे च विहारे च देवस्थाने च यो भवेत् । ऐन्द्रग्रहं विजानीयात् तेन हर्षति गायति । सप्तश्च सदर्पश्च उन्मादग्रस्त एव च ॥
બાગમાં, જૈનના કે બૌદ્ધના વિહારમાં, અને દેવસ્થાનમાં જે ગ્રહ વળગે છે તેને ઐદ્રગ્રહ કહે છે. એ ગ્રહ વળગે છે ત્યારે મનુષ્ય મદોન્મત્ત, ગર્વવાળો અને ગાંડે હોય તેમ હર્ષ પામે છે અને ગાય છે.
આગ્નેયગ્રહનું લક્ષણ श्मशाने चत्वरे चैव गृह्णात्याग्नेयको ग्रहः । तेनैव रुषतेऽत्यर्थ सर्वतोऽपि भयंकरः ॥
સ્મશાનમાં અને ચકલામાં આય નામે ગ્રહ વળગે છે. એ ગ્રહવડે મનુષ્ય સર્વથી ભયંકર થઈને અત્યંત ક્રોધી થાય છે.
યમગ્રહનું લક્ષણ, युद्धभूमौ श्मशाने च यमश्चापि उदीर्यते तेनातिविह्वलो दीनः प्रेतवञ्चेष्टते नरः॥
For Private and Personal Use Only