________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય સત્તાવનમો.
૭૪૧
સફેદ ગંધ અક્ષત અને ધૂપ કરીને પછી ઉત્તર દિશામાં દિવસના પહેલા પહેરમાં બલિદાન મૂકી આવવું.
શિળા નામે પૂતનાનું લક્ષણ વિગેરે. षष्ठे च दिवसे प्राप्ते शिवा नाम कुमारिका । रौति निःश्वसिते तेन वमति कम्पते तथा । स्तन्यं च नाहरेद्वालो ज्वरातीसारपीडितः॥ तस्यै बलिः प्रदेयश्च सप्तव्रीहिमयश्चरुः । पायसैर्दधिदीपैश्च पूज्या सा तिलचूर्णकैः॥ गन्धपुष्पाक्षतैयूंपैः पूजयेन्मृण्मयाकृतिम् । ऐशानी दिशमाश्रित्यापराह्ने बलिमाहरेत् ॥
છત્તે દિવસે શિળા નામે કુમારિકા (પૂતના) બાળકને પકડે છે. તેથી બાળક રડે છે, નિઃશ્વાસ મૂકે છે, ઉલટી કરે છે, કપે છે, ધાવતે નથી, તથા તાવથી અને અતિસારથી પીડાય છે. એ પૂતનાની માટીની મૂર્તિ કરીને સાત ધાન્યને બાફીને તેનું બલિદાન આપવું. વળી દૂધપાક, દહી, દીવા, તલનું ચૂર્ણ, ગંધ, પુષ્પ, અક્ષત, અને પવડે તેની પૂજા કરવી. ઈશાન ખુણામાં દિવસના પાછલા ભાગમાં બલિદાન આપવું.
ઉર્વેકેશી પૂતનાનું લક્ષણ વિગેરે. सप्तमेऽह्नि पूतनाया ऊर्ध्वकेश्याः शिशौ तथा। पूर्ववदू दृश्यते चिह्न तथैव बलिमाहरेत् ॥ સાતમે દિવસે ઉર્વશી પૂતના બાળકને પકડે છે, ત્યારે પણ બાળકમાં શિલા પૂતનાના જેવા જ લક્ષણે માલમ પડે છે. એની પૂજા અને બલિદાન વિગેરે પણ ઉપર કહ્યાં તેવાં જ છે.
સેના પૂતનાનાં લક્ષણ વિગેરે. अष्टमे दिवसे प्राप्ते सेना नाम च पूतना। तया गृहीतः श्वसिति हस्तौ कम्पयते भृशम् ॥ तस्यै दध्योदनं दद्यात् तिलचूर्ण च पोलिकाम् । धूपदीपगन्धपुष्पताम्बूलान्यक्षतानि च ॥
For Private and Personal Use Only