________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
७४४
હરીતસંહિતા.
યુદ્ધભૂમિમાં અને સ્મશાનમાં યમ નામે ગ્રહ વળગે છે, તેથી મનુષ્ય અતિ વિહલ અને દીન થાય છે તથા પ્રેતના જેવી ચેષ્ટા કરે છે.
નૈતિગ્રહનું લક્ષણ, वल्मीकचत्वरे चैत्ये गृह्णाति नैर्ऋतो ग्रहः तेनासौ वर्तते द्वेष्टि धावते मारयत्यपि ॥
दृप्तनेत्रो विवर्णास्यो बलिष्ठो दुष्टचेतनः ।
રાફડાની જગએ, ચકલામાં, અને સ્મશાનના ઝાડ આગળ, નૈઋતિ નામે ગ્રહ વળગે છે. તેથી મનુષ્ય થાંભલાની પેઠે ઉભો થઈ રહે છે, બીજાને દ્વેષ કરે છે, દોડે છે અને વખતે મારે છે પણ ખરે. એ ગ્રહના વળગાડવાળા મનુષ્યની આંખે દિવાળી હોય છે, તેના મુખની કાંતિ ફરી જાય છે. તે શરીરે બળવાન થાય છે તથા દુષ્ટ બુદ્ધિ થાય છે.
વારૂણગ્રહનું લક્ષણ नदीतडागतीरे च छलति वारुणग्रहः ॥ तेनास्यात् नविता लाला भृशं मूत्रयते नरः।
नेत्रप्लावश्च दृश्येत मूकवत्प्रविलोकते ॥ નદી કે તળાવના કાંઠા ઉપર વરૂણગ્રહ છળે છે. તેથી કરીને વળગાડવાળા મનુષ્યના મુખમાંથી લાળ ગળે છે અને તેને પિશાબ બહુજ થાય છે. વળી તેની આંખોમાં પાણી ભરાઈ આવે છે તથા તે ભૂગા માણસની પેઠે જઈ રહે છે.
મારૂતગ્રહનું લક્ષણ, वातमण्डलीमध्ये च गृह्णाति मारुतग्रहः । तेनास्यं शोषयेद्दीनः कम्पते रोदित्यथवा। विह्वलः शान्तनेत्रश्च निषीदति क्षुधातुरः ॥
વાયુના ચક્રમાં (વાળિયામાં) વાયુગ્રહ વળગે છે. તેથી રેગીનું મુખ સૂકાઈ જાય છે, તે દીન થઈ જાય છે અને કરે છે અથવા રડે છે. વળી તે વિહળ થાય છે, તેનાં નેત્ર ઢળી જાય છે, અને તે ભૂખથી પીડાઈને નીચે બેસે છે.
For Private and Personal Use Only