________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૭૩૪
હારીતા હતા.
ઉત્ક્રુલ્લિકાની ચિકિત્સા, आध्मानात्फुल्लकुक्षिश्च श्वासदोषादिपीडितः । उत्फुल्लिका च विज्ञेया बालानां दुःखकारिणी ॥ उदरे च जलौकादिरक्तं चादौ विमोक्षयेत् । कर्कटं चातिविषं च नागरं घनपौष्करम् । दुग्धेन कल्कितं चैव ईषदुष्णं प्रदापयेत् ॥ उत्फुलिदोषे दातव्यं क्षौरदोषनिवारणम् ॥ अग्निना प्रबलः स्वेदो दहेद्वापि शलाकया । जठरे बिन्दुकाकारो जायते भिषगुत्तम ! ॥ बिल्वमूलफलं पाठा त्रिकटु बृहतीद्वयम् । काथश्च गुडयुक्तश्च बालानां च ज्वरे हितः ॥ स्त्रीणां स्यात्पानमेतेषां बालानां ज्वरनाशनम् ॥
इत्युत्फुल्लिताचिकित्सा
બાળકનું પેટ ચઢવાથી તેની કૂખા ફૂલેછે તથા તે શ્વાસ વગેરે ઉપદ્રવોથી પીડાયછે. એ રાગને ઉત્તુલ્લિકા નામે રાગ જાણવા. ખાળકાને એ રોગ દુઃખ કરનારા છે. ઉત્પલ્લિકા રોગ થાય ત્યારે પેટ ઉપર જળા લગાડીને પ્રથમ રક્ત કાઢી નાખવું. વળી એ રાગમાં ધાવણના દોષ મટે એવું ઔષધ તેની માતાને આપવું. તે ઔષધ આ પ્રમાણે છે; કાકડાસીંગ, અતિવિખ, સુંઠ, મોથ, પુષ્કરમૂળ, એ ઔષધોને દુધમાં વાટી કલ્ક કરી લગાર લગાર ગરમ હોય ત્યારે પાવું. બાળકને અગ્નિનો ભારે શેક નાખવા; અથવા લોઢાની શળીવતી તેને ડામ દેવા. તે ડામ જાર ઉપર દેવા અને તેથી જાર ઉપર બિંદુ જેવી આકૃતિ ઉઠશે. ખીલીનું મૂળ, ખીલીનું ફળ, પાહાડમૂળ, સુંઠ, પીપર, મરી, રીંગણી, ભોંયરીંગણી, એ ઔષધોના કવાથ કરીને તેમાં ગોળ નાખીને આળકને અથવા સ્ત્રીને પાવા તેથી બાળકને જ્વર નાશ પામે છે.
१ बिंदुकाकारा जायन्ते प्र० १ ली.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only