________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
હારીતસંહિતા.
કહે છે. જે સ્ત્રીને છોકરાં થઈથઇને મરી જતાં હોય તેને મૃતવત્સા કહે છે. એ સ્ત્રી ચોથા પ્રકારની વાંઝણી સમજવી. શરીરના બળનો ક્ષય થવાથી જે વાંઝણી થઈ હોય તેને પાંચમા પ્રકારની જાણવી. (છઠ્ઠાપ્રકારની વાંઝણી ગ્રંથમાં કહેલી નથી તથાપિ જેને છોડબાઝી જાય છે તેને પણ વૈવો વાંઝણી ગણે છે તે સમજવી). હવે એ વાંઝણું સ્ત્રીએને જે પ્રકારે છોકરાં થાય તેવા ઉપાય કહિયે છીએ. જે સ્ત્રીને ઋતુ પ્રાપ્ત થયું નથી તેની સાથે જે મૈથુન કરવામાં આવે તે તેથી કરીને ગર્ભને સંકેચ થાય છે અને ગર્ભસ્થાન વિકારવાળું થઈ જાય છે, તેથી તે સ્ત્રી ફરીને ગર્ભ ગ્રહણ કરી શકતી નથી અને વાંઝણું થાય છે. હે વૈદ્ય! એવી સ્ત્રી ફરીને મહામહેનતે ગર્ભ ધારણ કરે છે, તેમ છતાં ઔષધ ઉપચાર કરતાં એ સ્ત્રીનું ગર્ભસ્થાન સુધરીને તે ગર્ભ ધારણ કરવાને યોગ્ય થાય છે એમાં સંશય નથી. હે ઉત્તમ વૈદ્ય! જેને બિલકુલ સંતાન થયું ન હોય એવી વાંઝણી સ્ત્રીને ઔષધ ઉપચારથી પણ સંતાન થવાં બહુ કઠણ છે. જે છોકરા વિનાની સ્ત્રી કાકવંધ્યા ન હોય તેવી ઔષધ ઉપચારથી ગર્ભ રહી શકે છે. હે વેધ છે. જે સ્ત્રીના શરીરની ધાતુ ક્ષીણ થઈ જવાથી તે વાંઝણ થઈ હોય તે તે પણ ઔષધાદિથી સુધરી શકે છે.
વાંઝણી સ્ત્રીઓના ઉપાય, चन्दनोशीरमञ्जिष्ठापटोलं धनवालकम् । मधुकं मधुयष्टी च तथा लोहिकतचन्दनम् ॥ सारिवा जीरकं मुस्तं पद्मकं च पुनर्नवा । क्षीरेण शर्करायुक्तं पानं पित्तोद्भवे गदे ॥ ज्ञात्वा योनिविशुद्धिं च तत्र दद्यान्महौषधम् ॥ चन्दनोशीरमजिष्ठा गिरिकर्णी सिता तथा । क्षीरेणालोज्य पातव्यं पुष्पशुद्धिं करिष्यति ॥
ચંદન, કાળે વરણવાળે, મજીઠ, પટોલ, નાગરમોથ, પીળે વરણવાળે, મહુડો, જેઠીમધ, રતાંજલિ, સારિવા, જીરું, ભદ્રથ, પધકાછ, સાડી, એ સર્વનું ચૂર્ણ કરીને તેમાં સાકર મેળવીને દૂધ સાથે પીવું. પિત્તના કારણથી આવ બગડીને વાંઝિયાપણું હશે તે તે આ
For Private and Personal Use Only