________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય પંચાવનમો.
૭૨૫
આય કહે છે—વિરૂદ્ધ આહારનું સેવન કરવાથી, ગર્ભને વ્યથા ઉત્પન્ન થવાથી, અતિશય મર્દન કરવાની પીડાથી ગર્ભમાં રહેલું બાળક પીડા પામે છે, અને વખતે યોનિનું દ્વાર છોડીને બાળક આડું થઈ જાય છે. અથવા કઈવાર બાળક મરણ પામે છે તે ગર્ભવતીને મોટું કષ્ટ થાય છે. અથવા સ્ત્રી લાજથી સંકેચ પામતી હોય તે તેથી યોનિદ્વારને સંકોચ થવાથી પણ એમ થાય છે. એ મૂઢ ગર્ભને જાણવાને માટે તેનાં લક્ષણે હું કહું છું.
મૂઢગર્ભનાં લક્ષણ, बस्तिशूलं च भवंति योनिद्वारं निरुन्धति । गर्जते जठरं तस्या आध्मानं चैव जायते ॥ तोदनं चाङ्गभङ्गश्च निद्राभङ्गश्च जायते । वाताद्भवति गर्भस्य संरोधो भिषगुत्तम!॥ शूलं ज्वरस्त्रिदोषश्च तृष्णा शोषो भ्रमस्तथा । मूत्रकृळू शिरोऽतिः स्यात्पित्ताद्रोधो भगस्य च ॥ आसस्थतन्द्रा निद्रा च जाड्याध्मानं च वेपथुः। कासो विरसता चास्ये श्लेष्मणा मूढगर्भके ॥ द्वन्द्वैश्च द्वन्द्वजं विद्यात्सर्व स्यात्सान्निपातिकम् ॥
મૂઢગર્ભ થયે હેય ત્યારે સ્ત્રીના પેઢુમાં શૂળ આવે છે, એનિદ્વારા સંકેચાય છે, તેના પેટમાં ગર્જના જેવા અવાજ થાય છે, પેટ ચઢે છે, તે ઘેચાવા જેવી વેદના થાય છે, અંગભંગ થાય છે, અને ઊંઘ આવતી નથી. હે ઉત્તમ વૈદ્ય! જે વાયદોષ કે પેલે હોય તે ગર્ભ પ્રસવ થતા અટકે છે, સ્ત્રીને શળ, તાવ, ત્રિદોષ, તરસ, શેષ અને ભ્રમ થાય છે. પિત્તદોષ કોપેલે હોય તો કકરીને પિસાબ થાય છે, માથું દુખે છે અને નિ સંકોચ પામે છે. જે કફદોષ કેપવાથી મૂઢગર્ભ થયા હોય તે સ્ત્રીને આળસ, ઘેન, જડતા, પેટ ચઢવું, કંપારી, ખાંસી અને મુખમાં વિરસતા, એવાં ચિન્હ થાય છે. બે બે દોષનાં લક્ષણ એકઠાં મળવાથી બે દેષથી થયેલો અને સર્વનાં લક્ષણ હોવાથી સર્વ દોષથી થયેલો મૂઢગર્ભ જાણ.
For Private and Personal Use Only