________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન અધ્યાય છપનમે.
पंचमेऽहनि शालिषष्टिकौदनं भोजयेत् । अनेन क्रमेण दशपंचदशाहं चोपचारयेत् ।
આત્રેય કહેછે.—પ્રસૂતિ થયા પછી લોધર, સાદડ, કદંબ, દેવદાર, ખીજોš, ખેરડી, એ વૃક્ષામાંથી જેની મળે તેની છાલે, મેળવીને તેના ક્વાથ કરીને લોહી શુદ્ધ થવા માટે આપવા. પ્રસૂતિ થયા પછી ચેાનિ સ્વચ્છ કરીને તેમાં તેલ ચેપડી મર્દન કરીને ગરમ પાણીથી તેનું સ્વેદન કરવું. પેહેલે દિવસે પ્રસૂત થયેલી સ્ત્રીને એક ઉપવાસ કરાવીને ખીજે દિવસે ગાળ, સુંઠ, અને હરડે ખાવા આપવાં. એ પાર પછી કળથીના સૃષ કરીને તે ગરમ ગરમ પાવે. ત્રીજે દિવસે પંચાલ ( પીપર, પીપરીમૂળ, ચિત્રા, ચવક, સુંઠમાં સિદ્ધ કરેલી યવાગૂ ) આપવી. ચોથે દિવસે યવાગૂ કરીને તેમાં તજ, તમાલપત્ર, એલચી અને નાગકેસરનું ચૂર્ણ નાખીને તે આપવી. પાંચમે દિવસે સાળના કે સાઠીના ચેખાને ભાત કરીને આપવા. એજ ક્રમ પ્રમાણે દસ પંદર દિવસ સુધી ઉપચાર કરવા.
૭૩૧
દૂધ વધારવાના ઉપાય. पिप्पली पिप्पलीमूलं नागरं धनवालुकम् । कुस्तुम्बुरुणि मञ्जिष्ठां सह क्षीरेण कल्कयेत् ॥ पानं क्षीरविशुद्ध्यर्थं कल्कमप्रातराशिते । मरीचं पिप्पलीमूलं क्षीरं क्षीरविवृद्धये ॥ मागधी नागरं पथ्या गुडेन सघृतं पयः । पानं जनयते क्षीरं स्त्रीणां क्षीरक्षयादपि ॥ પીપર, પીપરીમૂળ, સુંઠ, મેાથ, વાળા, ધાણા, મળ, એ સર્વને દૂધ સાથે વાટીને તેનું કલ્ફ કરવું. એ કલ્ફમાં દૂધ નાખીને સવારનું ભાજન કર્યાં પેહેલાં પીવું તેથી દૂધની વૃદ્ધિ થશે.
મરી તથા પીપરીમૂળને વાટીને દૂધ સાથે પીવાથી દૂધની વૃદ્ધિ થાયછે.
For Private and Personal Use Only
પીપર, સુંઠ, હરડે, એ ત્રણુના ચૂર્ણમાં ધી તથા ગોળ નાખીને ગાળી કરીને ખાવી તથા તે ઉપર દૂધ પીવું. એથી કરીને જે સ્ત્રીઓને દૂધ આવતું બંધ થઇ ગયું હશે તેને પણ દૂધ આવવા લાગશે.
૧ ક્ષીરવિર્ય. મ૦ ૪ થી.