________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૨૬
હારીતસંહિતા
મૃતગર્ભનું લક્ષણ भ्रममूर्छातृषाध्मानं वातरोधं च विह्वलम् । मूवमि सपारुष्यं दीनत्वमुपगच्छति ।
मृतगर्भ विजानीयादाशुकारी स्त्रियामपि ॥ જે સ્ત્રીને ગર્ભ મરી ગયો હોય તેને ફેર આવે છે, મૂછો થાય છે, તરસ લાગે છે, પેટ ચઢે છે, વાયુ રેકાય છે, ને વિહળ થાય છે, બેભાન થાય છે, ઉલટી થાય છે, તેનું શરીર કરકરું લાગે છે અને તે ગ્લાનિ પામી જાય છે. એ લક્ષણ ઉપરથી તે સ્ત્રીને ગર્ભ મરી ગયો છે એમ જાણવું. એ રેગ ગર્ભવતી સ્ત્રીના જલદી પ્રાણ લેનારે છે, (માટે તેની ચિકિત્સા જલદીથી કરવી જોઈએ).
મૂઢગર્ભના ઉપાય, अतो वक्ष्यामि भैषज्यं मूढगर्भे विशारद!। वातिके मर्दनाभ्यङ्गं स्वेदनं वाल्पमेव च ॥ यवागू पंचकोलस्य पाययेद्भिषगुत्तमः । पैत्तिके शीतलं पानं शीतो पनाहनानि च ॥ व्यजनानि लमे तस्या यष्टिकं पयसा पिबेत् । त्रिकटु त्रिफला कुष्टं रोधं वत्सकधातुकी ॥ सगुडं क्वथितं पाने श्लेष्मणा मूढगर्भके । मूर्वावचाश्वकर्णा च मञ्जिष्ठारोध्रनीलिकाः॥ कर्कन्धुमूलं सौराष्ट्री क्वाथश्च सगुडो हितः ।
रक्तपित्तविकारेषु कुक्षिशुद्धिश्च जायते ॥
હે કુશળ વૈદ્ય ! હવે મૂઢગર્ભનાં ઔષધ કહું છું. વાયુથી મૂઢગર્ભ હોય તે સ્ત્રીને તેલ ચાળવું તથા થોડું થોડું દન કરવું. તથા તે પછી ઉત્તમ વૈધે પંચકેલ (પીપર, પીપરીમૂળ, ચિત્રો, ચવક, અને સુંઠ) માં સિદ્ધ કરેલી વાગૂ પાવી.
પિત્તથી મૂઢગર્ભ થયે હોય તે ઠંડા પદાર્થોથી પીવાનું પાણી તૈયાર કરીને તે પાવું, ઠંડા પદાર્થ શરીરે બાંધવા, પંખાથી વાયુ નાખ, તથા જેઠીમધનું કલ્ક પાણી સાથે પાવું.
For Private and Personal Use Only