________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૨૨
હારીતસંહિતા.
આત્રેય કહે છે –ગર્ભ રહ્યા પછી ગર્ભવતીને શોષ, છાતીમાં પીડા, ઉલટી, સેજે, તાવ, અરૂચિ, અતીસાર અને વિવર્ણતા (મુખની કાંતિ ફીકી પડી જવી), એવા આઠ ઉપદ્રવ થાય છે.
ગર્ભવતીને શેષની ચિકિત્સા वक्ष्यामि भेषजं तस्य यथायोगेन साम्प्रतम् । वटप्ररोहं मगधामुशीरं घनमेव च ॥
युता खण्डगुटिकास्ये विहिता शोषवारिणी । હવે એ ગર્ભના કારણથી થયેલા રોગનાં ઘટે તેવા યોગ સહિત ઔષધ કહું છું. વડના અંકુર, પીપર, વીરણવાળ, મેથ, એ ઔષધોમાં સાકર નાખીને તેની ગોળી કરવી. એ ગેળી મુખમાં રાખવાથી શેષ મટે છે.
ઉલટી તથા છાતીની પીડાના ઉપાય. वत्सकं मगधा शुण्ठी तथा चामलकीफलम् ॥ युक्तं कोमलबिल्वेन दना पिष्टं तु दापयेत् । शर्करासंयुतं पानं स्त्रीणां गर्भे हितं सदा॥ पीतो भूनिम्बकल्कश्च शर्करासमभावितः।
छदि हरिश्च हक्लेदं मधुना वा समन्वितः॥ કડાછાલ, પીપર, સુંઠ, આમળાં, તથા કુમળાં બીલાં, એ સર્વને દહીંમાં વાટીને તેમાં સાકર નાખીને સ્ત્રીને પાવા તેથી તે ગર્ભને ફાયદો કરે છે. વળી કરિયાતાને સાકર સાથે અથવા મધ સાથે વાટીને તેનું કલ્ક કરવું તથા સ્ત્રીને પાવું તેથી ઉલટી અને છાતીની પીડા મટે છે.
અરૂચિનો ઉપાય. शृङ्गवेरं सकटुकं मातुलुङ्गस्य केशरम् । मार्जनं दन्तजिह्वासु गण्डूषश्चोष्णवारिणा।
गुर्विणीनां च सर्वासामरुचि च नियच्छति ॥ આદું, કુટકી, બીજોરાને ગર્ભ, એ સર્વને કલ્ક કરીને તેને દાંતા ઉપર તથા જીભ ઉપર લેપ કર, તથા પછી ગરમ પાણીવડે ગળા કરવા. આ ઉપાયથી સઘળી ગર્ભવતી સ્ત્રીઓની અરૂચિ નાશ પામે છે.
For Private and Personal Use Only