________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય ચેપનમે.
૭૨૧
આત્રેય કહે છે. જે ગર્ભ રહ્યા પછી પહેલે મહિને તે ચલિત થયેલે માલમ પડે તે જેઠીમધ, દ્રાક્ષ, ચંદન, રક્તચંદન, એ સર્વનું ચૂર્ણ કરીને તેને દૂધમાં ઓગાળીને પીવું તેથી ગર્ભ સ્થિર થાય છે. બીજે મહિને ગર્ભ ચલિત થાય તે કમળને નાળ તથા નાગકેસર વાટીને તેનું કેક ખવરાવવું. ત્રીજે મહિને જે ગર્ભનું ચલન માલમ પડે તે મૂષકિકિટ્ટ (ઉંદરની લીંડીઓ) સાકર અને દૂધ સાથે પાવી. ચોથે મહિને દાહ, તરસ, શળ અને તાવ સહિત જે સ્ત્રીને ગર્ભ ચલાયમાન થાય તે વરણવાળો, ચંદન, નાગકેસર, ધાવડીનાં ફૂલ, સાકર, ઘી, મધ, દહીં, એ સર્વે મિશ્ર કરીને પાવું. પાંચમે મહિને ગર્ભ ચલાયમાન થાય તે દાડમનાં પાંદડાં અને ચંદનનું કલ્ક કરીને દહીં તથા મધસાથે પાવું. છઠું મહિને ગર્ભ ચળે તે ગેરૂ, કાળી માટી અને અડાયાંની રાખ, એ ત્રણમાં પાણી રેડીને તે કરવા દેવું. પછી નીતરતું ઠંડું પાણી ગાળી લઈ તેમાં ચંદન ઘસીને નાખવું તથા તેમાં સાકર નાખીને તે પાવું. સાતમે મહિને ગર્ભ ચલાયમાન થાય તો ગેખરૂ, મજીઠ, પદ્મકાઇ, મોથ, વીરણવાળા, નાગકેસર, એ સર્વને વાટી તેના ચૂર્ણમાં સાકર નાખીને પાણી સાથે પાવું. આઠમે મહિને ગર્ભ ચળે તે લેધર, મધ, પીપર એ ત્રણના કલ્કને દૂધ સાથે પીવાથી સ્ત્રીને ગર્ભ સ્થિર થઈને તેને સુખ ઉપજે છે.
इति आत्रेयभाषिते हारीतोत्तरे तृतीयस्थाने चलितगर्भ
चिकित्सा नाम त्रिपश्चाशत्तमोऽध्यायः ।
चतुः पञ्चाशत्तमोऽध्यायः।
ગર્ભના ઉપદ્રવની ચિકિત્સા, ગર્ભના ઉપદ્રવનાં નામ,
आत्रेय उवाच। शोषो हल्लासर्दिश्च शोफो ज्वरस्तथारुचिः। अतीसारो विवर्णत्वमष्टौ गर्भस्योपद्वाः ॥
૬૧
For Private and Personal Use Only