________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૭૧૨
હારીતસંહિતા.
બન્ને જાતની સાઢાડી, શીંગડાં, પીપર, અલબીજ, એ સૌની સાથે વંશ લોચન મેળવીને તેનું ચૂર્ણ કરવું તથા તેમાં સાકર નાખીને ખાવા આપવું. એ ચૂર્ણ પચી જાય ત્યારે દૂધના દૂધપાક કરીને ખાવા આપવા. આ ઉપાયથી પુરૂષોને બળ અને વીર્ય મળે છે, જે કદાપિ પુરૂષ કેવળ નપુંસક હાય તથાપિ આ ઔષધ બે મહિના યાજવામાં આવે તે તે હજાર સ્ત્રીઓને ભોગવી શકે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પથ્યાપથ્ય. वर्जयेत्कटुकं चाम्लं तीक्ष्णं चोष्णं विदाहि च । रूक्षं वापि च सौवीरं प्रोक्तानि चेन्द्रियक्षतौ ॥ पलाण्डुं गजकन्दांश्च तिलान् माषान् यथाबलम् । तथौदनं च शालीनां दुग्धं चेक्षुरसं तथा । वास्तुकं चिल्लकानां च पथ्यं शुक्रक्षयादपि । योगयुक्तं न युंज्याच्च नराणां सिद्धिमिच्छताम् ॥
નપુંસકપણાના રાગવાળાએ તીખું, ખાટું, તીક્ષ્ણ, ગરમ, દાહકર્તા, રૂક્ષ, સૌવીર નામે મધ, એ તજવાં. ધ્વજભંગવાળાએ ડુંગળી, હસ્તીકંદ, તલ, અડદ, શાલી ડાંગરના ભાત, દૂધ, સેરડીના રસ, વથુઆનું અને ચીલનું શાક, એ સર્વે શક્તિ પ્રમાણે ખાવું, કેમકે વીર્યનો ક્ષય થયેલા પુરૂષને પથ્ય છે. જે પુરૂષો નપુંસક પણાનો રોગ નાશ પામે એવી ઇચ્છા રાખતા હોય અને તેના ઔષધ પ્રયાગ ચાલુ કર્યો હોય ત્યારે તેમણે સ્ત્રીસેવનાદિ કાં ૩પથ્ય કરવું નહિ.
इति आत्रेयभाषिते हारीतोत्तरे तृतीयस्थाने वाजीकरणं नाम पंचाशत्तमोऽध्यायः ।
For Private and Personal Use Only