________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨
હારીતસંહિતા.
संसर्गदोषैरपि सर्वदोषैः क्रिमिवणेनापि तथैव चान्यात् । संजायते कर्णरुजा नरस्य शृणोति तेनापि बहुस्वनांश्च ॥ 'निःसाणमेघध्वनिछन्नशब्दान् शूलं सदाहं च शिरोव्यथा च । वेणुस्वनं वत्स । शृणोति सर्व पित्तेन तं विद्धि भिषग्वरिष्ठ ! ॥ तथा च मूर्च्छा प्रतनोति शब्दं कर्णस्य शोकं सघनं च जाड्यं । करोति शल्यं सदृशं च कण्डूं मेघस्वेनं वा कफजे शृणोति ॥
આત્રેય કહેછે.—કાનમાં કાંકરા, કચુકા, દાણા, લાકડું, અથવા એવુંજ ખીજું કાંઇ શલ્ય ભરાવાથી, પાણી ભરાવાથી અથવા મેલ થવાથી તેમાં ઘણી પીડા થાય છે. વળી શ્વાસ લીધા પછી ખાહાર નીકળતા પવન રોકવાથી અથવા વાયુ વગેરે દોષ કાપવાથી, અથવા એ એ દોષ એકઠા મળીને કાપવાથી અથવા સધળા દોષ એકઠા મળીને કાપવાથી, અથવા કૃમિથી, અથવા ત્રણ થવાથી, અથવા એવાજ બીજા કારણથી મનુષ્યને કાનમાં પીડા થાયછે. કાનમાં પીડા થવાને લીધે તે ઘણાક અવાજ સાંભળે છે. વખતે નગારાં વાગતાં હાય તેવા કે વર્ષાદની ગર્જના જેવા કે કોઈ ઉંડાણમાં ખેલતું હોય તેવા અવાજ તે સાંભળે છે. તેના કાનમાં શૂળ (ચસકા) થાય છે, બળતરા બળેછે, અને માથું દુખેછે, હે પુત્ર! તે વાંસળીના જેવા નાદ પણ સાંભળે છે. હું વૈધ શ્રેષ્ટ ! એવા કાનના રોગ પિત્તથી થયેલા છે એમ જાણવું. વળી રોગીને મૂર્છા થાય, કાનમાં અવાજ સંભળાય, કાને સાર્જો થાય તે કઠણ અને જડ હાય, કાનમાં કાંઈ ભરાયું હોય તેવું લાગ્યા કરે તથા તેમાં ચળ આવે, અને મેધની ગર્જના જેવા અવાજ સંભળાય તેને ફથી થયેલા કાનના રાગ જાણવા.
કૃમિ વગેરેથી થયેલા કાનના રોગનાં લક્ષણ, क्रिमिदोषे स्त्रवेत् पूयं सरक्तं वापि सत्तम! | तथा चैवाभिघातेन जायते तीव्रवेदना ॥ क्षतेन पूयं स्रवते बाल्याद्भवति चापरः । सा चापि सूतिदोषेण जायते कर्णजा रुजा ॥
હું ઉત્તમ વૈધ ! જો કાનમાં જીવડા પડવાથી કાનના રોગ થયા
૧ નિ:શ્વાન, પ્ર૦ ૧-૨,
For Private and Personal Use Only