________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
So૮
- હારીતસંહિતા.
ગળામાં ઘાંટીના માર્ગ ઉપર લોહી તથા કફના વિકારથી લબિકા વધે છે (ગળાની બારી આગળ જે ઘંટડીની લાલી જેવું લટકે છે તેને લંબિકા કહે છે) તેને ગલગુંડી કે ગલગુંડું સમજવું. એ લંબિકા વધીને ગળાને માર્ગ રેકે છે. એ રેગ થવાથી રોગીની આંખમાંથી સ્ત્રાવ થાય છે, તેનું માથું દુખે છે, તેને શ્વાસ થાય છે, ખાંસી થાય છે, અને તે તાવથી પીડાય છે. એ રોગ મનુષ્યને જલદીથી જીવ લે એવો છે માટે બુદ્ધિમાન વૈધે તેની ચિકિત્સા ઉતાવળે કરવી જોઈએ. શસ્ત્રવડે એ ગલગુંડાને કાપી નાખવું અને પછી તે ઉપર લોહી બંધ કરનારું ચૂર્ણ દબાવવું (એ ચૂર્ણ પાછળ ઘંટિકારગમાં કહ્યું છે તે અથવા તેનાજ જેવું બુદ્ધિથી કપીને લેવું). પીપર, મરી, હરડે, વજ, ધાણા, અને જવાની અજમે, એને કવાથ કરી તેને ગરમ હોય તે વખતે મોમાં રાખે. એ કવાથ ગલગુંડાને સ્વેદન કરીને તેને મટાડે એવો છે. એ રેગીની પાસે રાતદહાડે યુવાની અજમે મોંમાં રખાવે. વળી બહારના ભાગ ઉપર કંનું મર્દન કરવું તેથી પણ સુખ ઉપજે છે. સરસવ, વજ, ઉપલેટ, હલદર, લીમડાનાં પાંદડા, ઘરનો ધુમાસ, અને સિંધવ, એ સર્વને વાટીને તેને ગળા ઉપર લેપ કરે, તે હિતકારક છે. હે મોટી બુદ્ધિવાળા વૈધ! જે પથ્ય તાવના રેગમાં કહ્યાં છે તે પથ્ય આ રોગમાં પણ હિતકારક છે. ગળાના રોગમાં ગેળના વિકાર અથવા ગોળનું મધ, વિચ્છિલ (ચીકણા અને લીસા) પદાર્થો, તથા તેલ ખાવું નહિ.
इति आत्रेयभाषिते हारीतोत्तरे तृतीयस्थाने मुखरोगचिकित्सा
नाम उनपंचाशत्तमोऽध्यायः ।
For Private and Personal Use Only