________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા
पित्तकृते दाघयुते च रोगे पटोलपत्रं पिचुमन्दकं वा । तथामलक्याः फलमेव पिष्टा घृतेन खण्डेन प्रलेपनं च ॥ निवार्यते मस्तकजं क्षतं च शिरोऽतिसंघान् विनिहन्ति चैतत् । गजेन्द्रदन्तस्य मषी गृहीत्वा प्रलेपनं वा नवनीतकेन ॥ तिलार्कभल्लातकदग्धमाषक्षारस्य लेपो नवनीतकेन । सर्पिश्च क्षारश्च तथा प्रयोगात् खत्वाटके केशचयं करोति ॥
આત્રેય કહે છે–હે હારીત! કેશને નાશ કરનારા ઇલુપ્ત રેગની ચિકિત્સા હવે તું સાંભળ, વાયુથી થયેલા ઇલુપ્ત રોગમાં ખરી ગએલા વાળની જગોએ માથું લૂખું અને ધળું હોય છે; પિત્તથી થયેલા રેગમાં રાતું હોય છે અને ત્યાં દાહ થાય છે; કફથી સ્નિગ્ધ થાય છે તથા લેહીથી તે પાકે છે. સન્નિપાતથી થયેલો ઇંદ્રલુપ્ત રોગ હોય તે તે સઘળાં લક્ષણ એકઠાં માલમ પડે છે.
ઇંદ્રલુપ્ત રોગના ઉપાય, વાયુથી થયેલા ઇંદ્રગુપ્ત રેગમાં ગોળ તથા તુલસીના રસવડે માથું છેવું. અથવા બીજેરાના રસમાં સુંઠ નાખીને તેવડે માથું ધોવું. એ બે ઉપાય હિતકારક છે.
હરડે, બહેડાં, આમળાં, વજ, રક્તરોહિડે, એ સર્વને ગેળની સાથે વાટીને તેના પાણીનું માથું સિંચન કરવું, કફથી થયેલા ઇંદ્રલુપ્ત રોગમાં એ ઉપાય સારે છે.
પિત્તથી થયેલા ઇંદ્રગુપ્ત રેગમાં માખણ સહિત દૂધ ફાયદાકારક છે. સાકર, આમળાં, જેઠીમધ, એ સર્વને વાટીને તેવડે માથું ધોવું એ પણ પિત્તના ઇંદ્રલુપ્તને મટાડે છે.
ભાંગરાના રસમાં અથવા આદાના રસમાં, અથવા જવની કાંજીનાં રસમાં તલ વાટીને તે માથે પડવા. અથવા એ ત્રણ રસ એકઠા કરી તેમાં તલ વાટીને તેને માથે લેપ કરે. પછી પુરૂષે ગરમ પાણીવડે સ્નાન કરવું. એથી લુપ્ત રોગ મટે છે.
- ધાવડે, સાદડ, કદંબ, સરસ, રેહિ, એ વૃક્ષની છાલ લાવીને તેને કવાથ કરે. એ કવાથ માથાની દરાઝ તથા ઇંદ્રલુપ્ત રોગ, એમને મટાડે છે.
For Private and Personal Use Only