________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય વેતાલીસમે,
૬૮૧
બીજા માથાના રેગનાં કારણે, क्रोधाच्छोकाद्भवेश्चान्या व्यायामेऽतिश्रमेषु च । सा वातेन शिरःपीड़ा नोरुजां च नृणामपि ॥ अतिलेखनपाठेन तथा सूक्ष्मानिरीक्षणात् । दूरदृष्टेक्षणेनापि वेदना वातरक्तजा ॥ नासिका॰ व्यथा तस्य व्यथा भ्रूयुगले भवेत् । नीलं कृष्णं च पश्येत वेदना मस्तके भवेत् ॥ न रक्तेन विना पित्तं रक्तं पित्तेन चाल्यते। न पित्तेन शिरोऽतिः स्यात् पित्तं वातेन चाल्यते ॥
કઈ વખત ક્રોધથી કે શેકથી માથું દુખે છે; કોઈવાર અતિશય કસરત કરવાથી કે અતિ શ્રમ કરવાથી માથું દુખે છે. એવી રીતે નીરોગી માણસને પણ માથાની પીડા થાય છે ત્યારે તે વાયુથી થયેલી છે એમ જાણવું. અતિશય લખવા ભણવાથી, અતિશય ઝીણું વસ્તુ જેવાથી, તથા દૂર નજર કરીને જોવાથી વાયુ તથા રક્તથી થયેલી માથાની વેદના થાય છે. એવી વાતરક્તની વેદના થાય છે ત્યારે અરધા નાક ઉપર તથા આંખની બન્ને ભમરોમાં પીડા થાય છે, આંખે નીલ તથા કાળા રંગ દેખાય છે અને માથામાં પણ પીડા થાય છે. માથાના રોગમાં રક્તવિનાનું પિત્ત હોતું નથી, તથા પિત્તને લીધે લેહી ચલાયભાન થાય છે, તેમજ પિત્તવિના માથું દુખતું નથી તથા વાયુ પિત્તને ચલાયમાન કરે છે.
માથાના રોગની ચિકિત્સા, तस्माद्वक्ष्येऽप्युपचारं शृणु भेषजलक्षणम् । स्वेदः प्रलेपनं नस्यं पानाभ्यङ्गं च मर्दनम् ॥ स्वेदनं वातकफजे चाभिघाते तथा पुनः। पित्तजे रक्तजे वापि न कुर्यात् स्वेदनं तयोः॥ रक्तजे च शिरा वेध्या पित्तजे वापि कुत्रचित् ॥
એટલા માટે હું માથાના રોગના ઉપચાર કહું છું, માટે તે ઉપચારમાં જવાનાં ઔષધેનું લક્ષણ કર્યું તે સાંભળ. વેદ, લેપન, નસ્ય,
૧ સને ૨ ગ્રુપમ, g૦ ૧ સી.
For Private and Personal Use Only