________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય વેતાલીસમે.
૬૭૮
વાયુથી, લેહીથી, કફથી, પિત્તથી માથાને રેગ થાય છે. તેમાં પિત્તથી વિશેષે કરીને થાય છે. વળી સન્નિપાતથી, તથા કૃમિદોષથી માથાના રોગ થાય છે. તેમજ અરધું માથું દુખવાને રેગ જેને આધાસીસી કહે છે તે તથા જેમ જેમ દિવસ ચઢતે જાય તેમ તેમ માથું વધારે વધારે દુખતું જાય, એ દિનવૃદ્ધિગ પણ થાય છે. (એવી રીતે માથાના રોગ આઠ પ્રકારના છે.)
વાતશિરેગનાં લક્ષણ, वातेन रात्रौ भवते व्यथा च अथातुरस्य व्यथते शिरश्च । सौख्यं लभेत् स्वेदनमर्दनेन वातेन सा विद्धि शिरोरुजा च ॥
વાયુથી થયેલા માથાના રોગમાં રાત્રે પીડા થાય છે તથા રેગીનું ભાથું દુઃખે છે. માથે સ્વેદન ઉપચાર કરવાથી કે મર્દન કરવાથી રોગીને સુખ થાય છે. એવાં ચિન્હવાળા શિરોરોગને વાયુથી થયેલે જાણે.
પિત્તશિરેગનાં લક્ષણ यस्योष्णमङ्गं भवते शिरोतिधर्म सतापे च दिनेऽर्धरात्रौ। सधूमपित्तः कटुको बलार्शः शीतात्सुखं वा.निशि स्वास्थ्यमेति ॥ शीतात्सुखं वा भ्रम एव तृष्णा सतीव्रपित्ताद्भवते रुजा च । सूर्योदये वा भवते दिनान्ते
भ्रमश्च तृष्णा भवते सुतीव्रा ॥ જે માણસનું અંગ ગરમ રહે છે તથા ઘામ થવાથી, તાપમાં ફરવાથી, દિવસે કે મધ્યરાત્રે માથું દુખે છે, વળી જેને ગરમ વરાળ સહિત પિત્તયુક્ત તીખો કે કડવો ગલફ પડે છે, અને જે ઠંડકથી સુખ પામે છે તથા રાત્રે જેને સારું લાગે છે, તેને પિત્તથી થયેલ માથાને રેગ જાણ. વળી જેને તીવ્ર પિત્તની પીડા સૂર્યોદયે કે સૂર્ય આથમતી વેળાએ થતી હોય, જેને શ્રમ થ હોય તથા અતિ તીવ્ર તરસ લાગતી હોય, તેને પિત્તથી થયેલે માથાનો રોગ સમજો.
For Private and Personal Use Only