________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
નામે તેલ કહેવાય છે તેને નાકમાં નાખવાથી માથાના રોગ મટે છે. વળી એ તેલ માથે ચળવામાં તથા કાનમાં પૂરવામાં ફાયદાકારક છે. વાયુ વગેરેથી થયેલા માથાના રંગમાં તથા કૃમિથી થયેલા માથાના રંગમાં એ તેલ હિતકારક છે.
બિંદુત્રય તેલ. पटोलकं पक्कपलाशबीजं करमबीजस्य बिभीतकानाम् । पुटेन तैलं परिस्तुत्य धीमन् ! बिन्दुत्रयं नस्यविधौ प्रयोज्यम् । निहन्ति कुष्ठं क्रिमिजं विकारं शिरोगदं सूर्य इवांधकारम् ॥
રાત વિખુસ તૈ પટેલનાં બીજ, પાક પલાશનાં બીજ, કરંજનાં બીજ, બેહડાનાં બીજ, એ સર્વને તેલના પટ આપવા. પછી તેને પીલીને અથવા ક્યરીને પાણીમાં નાખી ઉકાળી પાણી ઉપર જે તેલ આવે તે લેઈ લેવું. એવી રીતે તેલ કાઢીને તેનાં નાકમાં ટીપાં નાખવાં. હે બુદ્ધિમાન ! એને બિંદુત્રય નામે તેલ કહે છે. એ ઉપરથી નાકમાં તેનાં ત્રણ ટીપાં નાખવાં એમ સમજવું. જેમ સૂર્ય અંધકારને નાશ કરે છે તેમ એ તેલ કોઢ રોગને તથા કૃમિથી થયેલા માથાના રોગને નાશ કરે છે.
કુછાદિ ધૃત, कुष्टं च यष्टीमधुकं च लाक्षा पटोलजातीसुरसारसं च । विपाचितं तन्नवनीतकं च घृतेन नस्यं च सरक्तपित्ते । सशर्करायुक्तमिदं च गव्यं दिवा प्रवृद्धिप्रभवे च दोषे ।
ઉપલેટ, જેઠીમધ, લાખ, પટોલ, જાઈનાં પાંદડાંને રસ, તુળસીને રસ, એ સર્વમાં માખણ નાખીને તેનું થી થતાં સુધી પકવ કરવું. એ ઘીનાં ટીપાં નાકમાં નાખવાડે રક્તપિત્તથી થયેલા માથાના રેગને મટાડે છે. તેમજ એ ઘીમાં સાકર નાખીને ઉપયોગમાં લેવાથી તે દિવા પ્રવૃદ્ધિ (જેમ જેમ દાહડે ચઢતે જાય તેમ તેમ માથું વધારે વધારે દુખતું જાય અને દિવસ નમતો જાય તેમ તેમ માથું નરમ પડતું જાય એ ગ)થી થયેલા માથાના રોગને મટાડે છે.
vટો વાપરાવા. ૫૦ રૂકી કેટલી પ્રતમાં આ પહેલું ચરણ નથી. જે આ ચરણ ઘણીક પ્રતિમાં નથી.
For Private and Personal Use Only