________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
चतुश्चत्वारिंशोऽध्यायः।
આંખની ભ્રમરના દોષની ચિકિત્સા,
ભૂષના હેતુ
आत्रेय उवाच । अतिपठनशीलस्य सूक्ष्मवस्त्रेक्षणेन वा । दूरालोकेन चोष्णेन भूदोषश्चोपजायते ॥ रक्तवाताश्रितो दोषः पित्तेन सह मूच्छितः। भ्रव्यथा च प्रभवति नासावंशोद्भवा शिरा ॥ व्यथते चोष्णवेलासु शीतेन स्याद्विशेषतः। नेत्राग्रेनीलपीतानि मण्डलानि च पश्यति ॥ तस्यादौ च क्रियां कुर्याच्छिरा वेध्या प्रयत्नतः । पूर्वोक्तं स्वेदनं कार्य नस्ये षड्विन्दुकादिकम् ॥ આત્રેય કહે છે–જે મનુષ્યને ઘણું વાંચવાને અભ્યાસ છે તથા જે સૂકમ વસ્ત્રને જોવાના ધંધાવાળો છે, તેમજ જેને દૂર નજર કરીને જેવું પડે છે તથા જે તાપમાં ચાલે છે, એ વગેરે કામ કરનારને આ ખની ભ્રમરમાં રોગ ઉપજે છે. રક્ત અને વાયુમાં રહેલે દોષ પિત્તની સાથે મળે છે ત્યારે ભમરમાં રેગ ઉપજે છે. એ રોગ થાય છે ત્યારે આંખની બે ભ્રમરો તૂટી પડતી હોય તેવી વેદના થાય છે. તથા ના કની ડાંડીની સિરામાં ગરમીની વખતે પીડા થાય છે તથા ઠંડકથી વળી વધારે પીડા થાય છે. એ રોગવાળાની આંખ આગળ લીલા પીળાં કુંડાળાં દેખાય છે. એ રોગવાળા ઊપર પ્રથમ એવી ક્રિયા કરવી કે, ઘણી સાવધાની રાખીને તેને સિરાવેધ કરે. પછી પાછળ માથાના રેગમાં જે સ્વેદન ઉપચાર કહ્યા છે તે કરવા તથા ષડબિંદુ તેલ જે પાછળ કહેવામાં આવ્યું છે તેનું નસ્ય આપવું.
દેવદાર્વાદિ ધૃત देवदारु रजनी घनं सठी पुष्कर कुटजबीजमागधी । कुष्ठरोध्रचविकायवासकं वाथितं च पुनरेव विस्त्रुतम् ॥
For Private and Personal Use Only