________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય ચુંમાલીસમો.
૯૮૭
तत्र गुग्गुलुविनिक्षिपेत् पुनः शुण्ठिसैन्धवफलत्रिक हितम् । चूर्णितं दधिपयोविमिश्रितं पाचितं च नवनीतकं च तत् ॥ सिद्धमेव विधीत शीतलं शर्करायुतमिदं तु नस्यकम् । नस्यकर्म शिरसो रुजापहं भूललाटभुजशङ्खमूलकम् ॥ शीर्षरोगमपि चार्धशीर्षकं तोदने च विहिते न केवलम् । कर्णरोगमपि वारयत्यपि देवदारुजघृतं परं स्मृतम् ॥
દેવદાર, હળદર, મેથ, પડકચુરો, પુષ્કરમૂળ, ઇંદ્રિજવ, પીપર, ઉપલેટ, લેધર, ચવક, ધમાસો, એ સર્વને ક્વાથ કરવો અને ક્વાથ થાય ત્યારે તે ગાળી લેવો. એ કવાથમાં ગુગળ નાખવો તથા સુંડ, સિંધવ, ત્રિફળા, એ ઔષધોનું ચૂર્ણ કરીને તેમાં દહીં તથા દૂધ મેળવીને તે નાખવું. પછી તેમાં માખણ નાખીને તેને ઘી થતાં સુધી પાક કરે. ઘી તૈયાર થાય ત્યારે તેને ઠંડું પડવા દેઈ ધી ગાળી લેવું. એ ઘીમાં સાકર મેળવીને તેનું નસ્ય આપવું. એ નસ્ય માથાના રેગને મટાડે છે. આંખની ભ્રમર, કપાળ, ભુજ અને લમણું સંબંધી માથાને રેગ એ નસ્યથી મટે છે. આધાસીસી પણ એથી મટે છે. માથામાં સે ઘોચાવા જેવી વેદના થતી હોય તે એ ધી સુંઘવાથી મટે છે, એટલું જ નહિ, પણ કાનના રોગ પણ એ ઘીથી મટે છે. આ ધીને દેવદાદિ ધૂત કહે છે. એ ધી ઘણું શ્રેષ્ઠ છે.
તાંબૂલાદિ નસ્ય. ताम्बूलपत्रस्य रसं विडङ्ग सिन्धूद्भवं हिङ्गु गुडेन युक्तम् । जलेन पिष्टं विहितं च नस्यं भूशङ्खदोषांश्च क्रिमीनिहन्ति ॥
નાગરવેલના પાનનો રસ, વાયવિહંગ, સિંધવ, હિંગ, ગોળ, એ સઘળને પાણીમાં વાટીને તેનું નસ્ય આપવાથી આંખની ભમરના તથા લમણાના રેગ મટે છે. અને કૃમિથી ઉપજેલો માથાનો રંગ પણ મટે છે.
इति आत्रेयभाषिते हारीतोत्तरे तृतीयस्थाने भूदोष
चिकित्सा नाम चतुश्चत्वारिंशोऽध्यायः ।
For Private and Personal Use Only