________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
તૃતીયસ્થાન—અધ્યાય તેરમા.
પટાળનું કુળ અથવા ખજૂર અને મેાથ, એમાંથી હરકોઈ એકને મધ સાથે ચાટવાથી હિક્કા મટે છે. જેઠીમધને મધ સાથે ચાટવાથી હિક્કા તથા શ્વાસ મટે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચેાથે ઉપાય.
स्वन्येन वा लोहितचंदने च दुग्धेन वा नागरमाक्षिकं च । क्षीरेण वालक्तरसः प्रयोज्यः पानेन हिक्कां जयते नराणाम् ॥
૫૦૫
સ્ત્રીના ધાવણ સાથે રતાંજલિ ( રક્તચંદન) ધશીને પીવું; અથવા દૂધ સાથે સુંઠ તથા મધ પીવું, અથવા દૂધ સાથે લાખના રસ (અળતા) પીવે. એમાંથી હરકોઈ એક ઔષધ પીવાથી મનુષ્યાની હેડકીની પીડા નાશ પામે છે.
પાંચમા ઉપાય.
बीजप्रपूरस्य रसं गृहीत्वा पथ्यासिताढ्यं मधुना द्रवंती । पानेन हिक्कां शमयेच मोहं भ्रमं च कासं श्वसनं निहन्यात् ॥
ખીજોરાનો રસ લેને તેમાં હરડેનું ચૂર્ણ તથા સાકર મેળવીને તે પીવું; અથવા ઉંદરણીને રસ લેને તેને મધ સાથે પીવે. એ એમાંથી ગમે તે એક અથવા બન્નેને એકત્ર કરીને પીવાથી હિક્કા શમી જાય છે; તથા મેાહ, ચકરી, ઉધરસ, અને શ્વાસ નાશ પામે છે. છઠ્ઠો ઉપાય.
शुंठी शिवा मागधिकाथवापि कृष्णामलक्या सह शृंगवेरम् । चूर्ण सिताक्षौद्रयुतोऽवलेहो हिक्काविनाशाय नरस्य शीघ्रम् ॥
૧ ચંદ્બેન. ૦ ૨ નૌ,
૪૩
સુંઠ, હરડે અને પીપર; અથવા પીપર, આંમળાં અને સુંઠ; એ એમાંથી ગમે તે એકના ચૂર્ણને સાકર અને મધસાથે મેળવીને ચટાડવાથી મનુષ્યની હેડકીની પીડા જલદીથી નાશ થાય છે.
હેડકીની સામાન્ય ક્રિયાઓ.
वारंवारं योजयेल्लेहपानं हिक्काशांतिर्द्दश्यते यावदेव | वायो रोधं तर्जयेत्सिचयेद्वा बीभत्सं वा कौतुकं दर्शयेद्वा ॥
For Private and Personal Use Only