________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય તેવીસમે.
૫૭૫
તે સંબંધી રોગ મટે છે એમાં સંદેહ નથી. વળી ઘી સાથે એ ચૂર્ણ ચાટનાર વિદ્વાન અને શ્રીમાન થાય છે અથવા તેના કાનના રોગ દૂર થવાથી તે સારું સાંભળે છે તથા તેની શરીરની કાંતિ વધે છે. તેને સ્વર મેઘની ગર્જના જે ગંભીર થાય છે, આ સુખ આપનારે અવલેહ (ચાકણ) સર્વે પ્રકારના વાયુના રોગને નાશ કરે છે.
- શતાવરી કટક, शतावरी वचा शुण्ठी राना कदरशल्लकी। दशमूली बला बिल्वस्तुम्बुरु च गुडूचिका । एष कल्को घृतैर्युक्तो हन्ति वातं शरीरगम् ॥
શતાવરી, વજ, સુંઠ, રાસ્ના, ઘેળે ખરસાર, શાક, દશમૂળ, બળબીજ, બીલી, ધાણા, ગળે એ ઔષધનું કલ્ક કરીને ઘી સાથે ચાટવાથી શરીરમાં રહેલા વાયુનો તે નાશ કરે છે.
શલકી કવાથ, शल्लकीचिंचिणीत्वक्त्वक् क्वाथस्तैलेन संयुतः । कुर्याद्वातादितं स्वस्थमेकविंशदिनैर्नरम् ॥ પાલકી, આંબલીની છાલ, તજ, એ વધ કવાથ કરીને તેમાં તેલ નાખીને એકવીસ દિવસ પાવાથી વાયુથી પીડાયલો ગી રોગરહિત થાય છે.
અર્શ્વગાદિ પ્રાગ आतोऽभ्यङ्गश्च कर्तव्यस्तैलैरपि प्रतैरपि । गुग्गुलं च रसोनं च कारयेद्विधिपूर्वकम् ॥
રૂતિ સંરામનાથઃ ઊંઘ . વાતરોગવાળાને ઘી અને તેલ શરીરે ચોળવાં તથા ગુગળના અને લસણના જે જે પ્રોગ થાય છે તે સર્વે વિધિપૂર્વક કરવા.
મહાબલા તૈલ, भागाश्चाष्टौ बलामूलं चत्वारो दशमूलकम् । क्वाथश्चतुर्गुणे तोयेऽथवा द्रोणस्य संख्यया ॥
For Private and Personal Use Only