________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય ઓગણત્રીસ.
૬૦૭
- ખાખરને ક્ષાર, જવખાર, સંચળ, સિંધવ, સુરેખાર, સમુદ્ર લવણ એ સર્વને એકત્ર કરીને તેનું વિધિપૂર્વક પાણી કરવું. પછી તેમાં નીચે કહેલાં ઔષધોનું ચૂર્ણ નાખવું. હરડે, ચિત્ર, સુંઠ, હળદર, દેવદાર, ઉપલેટ, ઇંદ્રવારણ, જવાન, અજમેદ, જીરું, શાહજીરું, વજ, હિંગ, એ ઔષધનું ચૂર્ણ કરીને તેમાં નાખવું. એવી રીતે ઉપર કહેલું ક્ષારનું પાણું અને ચૂર્ણ મિશ્ર કરીને પીવું. એથી કરીને કોઠામાંના સઘળા રોગ નાશ પામે છે. સઘળા ગુલ્મ મટે છે. વિચિકા સંબંધી સઘળાં વ્યાધિઓ મટે છે. મંદાગ્નિ, શાળા અને ભગંદર રોગ પણ મટે છે. પ્લીહા (બરોળ), ઉદરરોગ, પેટ ચઢવાનો રોગ, બંધકેશન રોગ, એવા એવા ઘણું રેગ એ ઔષધથી નાશ થાય છે.
ગુલ્મગનું પાચન, पथ्या समझा कलशी वृषं च महौषधं वातिविषा सुराहम् । जलेन निःक्वाथ्यमिदं हि पानं गुल्मामयानां प्रतिपाचनं च ॥ वचायवानीत्रिकटुदशमूलीजलं स्मृतम् । क्वाथश्चोष्णो हितः पाने धान्यनागरयाथवा ॥ वातगुल्मेषु सर्वेषु ज्वरेषु विषमेषु च ॥ रास्नाद्यं पञ्चकं वापि वातगुल्मप्रपाचनम् । सठी सौवर्चलं शुण्ठी पाचनं वाथ गुल्मिने ॥
इति वातगुल्मपानम् । હરડે, મજીઠ, કળશી (પૃછી પણ,) અરડૂસે, સુંઠ, અતિવિખ, દેવદાર, એ ઔષને આખાં પાખાં કચરીને તેને પાણીમાં આઠમે ભાગે પાણી રહેતાં સુધી ઉકાળવાં પછી એ ક્વાથ પીવે. એ કવાથ ગુલ્મરોગનું પાચન કરે છે.
વજ, જવાન, સુંઠ, પીપર, મરી, દશમૂળ (શાલિપણું, પૃષ્ટિપણું, રીંગણી, ભોંયરીંગણી, ગેખરૂ, બીલી, અરણી, અરલ (અલ) પાળ, (શીવણ) એ ઔષધેને કવાથ કરીને તે ગરમ હોય ત્યારે પી તે વાયુના ગુલ્મને અને સઘળા વિષમજ્વરને પાચન કરવામાં હિતકારક છે.
For Private and Personal Use Only