________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૫૦
હારીતસંહિતા.
ઉપસર્ગ રોગમાં તીવ્ર જવર ઉપજે છે અને પિશાબ રીતે થાય છે માટે હવે હું તેના ઉપચાર કહું છું કે જેથી રોગીને સુખ ઉપજે. પટેલ, પિત્તપાપડ, સુંઠ, મોથ, એરસાર, એ સર્વ સમાન ભાગે લઈને તેનું કટક કરવું. એ કલ્કમાં મધ મેળવીને પીવાથી તે તાવને નાશ કરે છે. - સુખડ, વીરણવાળે, મજીઠ, પુષ્કરમૂળ, ખેર, એ ઔષધોનો કવાથ કરીને તેમાં મધ નાખીને પીવાથી તે ઉપસર્ગજવરને નાશ કરે છે.
ઉપસર્ગ રોગમાં રોગીને ઉલટી થાય કે અતિસાર થાય તે દાડિમ તથા ઇંદ્રજવનું ચૂર્ણ મધ તથા દહીં સાથે પાવું. તેથી વમન તથા અતિસાર મટશે. અને બાકીની મુદ્રક રોગમાં જે ક્રિયાઓ કહી છે તે તે ક્રિયાઓ અહીં પણ કરવી. તેમ એજ ક્રિયાઓ ભસૂરિક રોગને પણ વિધિપૂર્વક કરવી.
ઉપસર્ગ રેગમાં પથ્યાપથ્ય, वातलानि च सर्वाणि तथा रूक्षाणि कोविदः । स्त्रीसङ्गं रूक्षशाकं च दूरतः परिवर्जयेत् ॥ ज्वरे प्रोक्तानि पथ्यानि तानि चात्र प्रदापयेत् । एवं त्रिसप्तरात्रेण सुखं सम्पद्यते नरः॥ ततोऽभिषेकः कर्तव्यः कृत्वा मङ्गलवाचनम् । नूतनानि च सूक्ष्माणि वस्त्राणि च सितानि च । परिधाप्य होमकार्यमिष्टभोज्यं विधेयकम् ॥
ઉપસર્ગ ોગમાં વાયુ ઉપજાવે એવા સઘળા પદાર્થો તેમજ રૂક્ષ . પદાર્થો, સ્ત્રીસંગ, રૂક્ષ શાક, એ સર્વ ડાહ્યા પુરુષે દૂરથીજ તજી દેવાં. જ્વરની ચિકિત્સામાં જે જે પથ્થ રેગીને આપવામાં કહ્યાં છે તે તે પથ્ય આ રોગમાં પણ આપવાં. એમ કરવાથી એકવીસ દિવસમાં મનુષ્યને વ્યાધિ દૂર થઈને તેને સારું થાય છે. એ રોગ મટયા પછી સ્વસ્તિવાચન વગેરે મંગળ કાર્ય કરાવીને અભિષેક કરે (માથે પાછું ઘાલવું). તથા નવાં સૂક્ષ્મ અને ધેળાં વસ્ત્ર પહેરીને હેમ કરે તથા ઈષ્ટ જનને ભજન કરાવીને આનંદ કરે.
इति आत्रेयभाषिते हारीतोत्तरे तृतीयस्थाने उपसर्ग
चिकित्सा नाम सप्तत्रिंशोऽध्यायः ।
For Private and Personal Use Only