________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
११४
હારીતસંહિતા.
કરેણનું મૂળ, આકડાનું દૂધ, કડવી તુંબડીના બીજ, હળદર, દારૂ હળદર, કપૂરકાચલી, એ ઔષધોનું કલ્ક કરીને તેને તલના તેલમાં પવી કરવું. એ તેલ ચોળવાથી લતાઓને નાશ થાય છે તથા અતિદારૂણ એવી ગંડમાળા પણ મટે છે.
જાત્યાદિ ધૃત પાછળ ત્રણની ચિકિત્સામાં કહેવામાં આવ્યું છે તે પણ અહીં જવું. તેમ ત્રણ રેગમાં બીજા પણ છે જે ઉપચાર કહેલા છે તે યથાવિધિ અહીં જવા.
इति आत्रेयभाषिते हारीतोत्तरे तृतीयस्थाने लूतागण्डમાસિસ નામૈશવત્વ શોધ્યાઃ
द्विचत्वारिंशोऽध्यायः।
કેઢ રેગની ચિકિત્સા, કેના હેતુ અને સંપ્રાપ્તિ
आत्रेय उवाच । विरुद्धपानानि गुरूणि चाम्लपापोदकं सेवनकेन वापि । निद्रा दिवासु प्रतिजागराच्च पित्तं प्रकुप्येत् रुधिराश्रितं तत् ॥ त्वचागतः सर्पति रोगदोषः कुष्ठेति संज्ञां प्रवदन्ति धीराः। पापोद्भवास्ते प्रभवन्ति देहे नृणां भृशं कोपवतां विधिज्ञ!॥
આત્રેય કહે છે.–પરસ્પર વિરૂદ્ધ ગુણવાળાં પાન પીવાથી, ભારે અને ખાટા પદાર્થોનું સેવન કરવાથી, નઠારાં પાણી પીવાથી, દિવસે ઉધવાથી, અને રાત્રે જાગવાથી પિત્ત કેપને લેહીમાં મળે છે તથા તે ત્વચામાં પસરીને રોગરૂપી દોષને ઉત્પન્ન કરે છે, તેને ધીરજવાળા વૈદ્ય કિઢ” એવું નામ આપે છે. તે ઉપચારાદિ વિધિને જાણનારા પુત્ર! એ કોઢ પૂર્વજન્મનાં પાપના નિમિત્તથી અત્યંત પવાળા પુરુષના દેહમાં ઉત્પન્ન થાય છે.
For Private and Personal Use Only