________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દર
હારીતસંહિતા,
હવે અમે પ્રમેહની ફેાલીની ચિકિત્સા કહિયે છીએ. પિત્તથી થયેલી ફાલીઓવાળાને તરસ લાગે છે. વાયુવડે થઇ હોય તો કંપારી થાયછે; પિશાબ કરતાં શૂળ ઉત્પન્ન થાયછે તથા રાગી વિકળ થાયછે. રક્ત તથા પિત્તવડે રાતા રંગના ફેાહ્યા થાયછે; કેટલાક પીળા રંગના હોય એ તથા તેમાં અગ્નિ બળે છે અને રોગીને તાવ તથા સેાજો થાયછે. કથી તથા મૂત્ર ઇંદ્રિયના પાકથી જે ફોલ્લીઓ થાયછે. તે ધોળી હાય છે, તથા તેઉપર સાજો હાય છે; તે ફેાલીએ ધન ( કઠણુ ) હાય છે, ઠંડી હોય છે અને તે લાંબી મુદતે પાકે છે. સન્નિપાતથી થયેલી કાલ્લીએમાં ઉપર કહેલાં સઘળા દોષોનાં લક્ષણો હાય છે. હવે એને ધાવાના તથા લેપ કરવાના ઉપચાર કહીશ.
મેહનને ઘેાવાના ઉપચાર,
धवार्जुनकदम्बानां बदरी खदिरशिशपे । पारिभद्रकमेतेषां मेहनस्य प्रधावनम् ॥ अर्जुनस्य कदम्बस्य टिण्डुकी वान्तरत्वचा । पाके पूयविशोधार्थ मेहनस्य प्रशस्यते ॥
ધાવડા, સાદડ, કદંબ, ખેરડી, ખેર, સીશમ, અને લીમડા એ વ્રુક્ષાની અંતર્બલ લાવીને તેને વાથ કરીને તેવડે મૂત્રપ્રિયને ધોવું અથવા સાદડ, કદંબ અને ટીમરૂ, એ ઝાડની અંતર્થંલ લાવીને તેવડે મૂત્રઇંદ્રિયને ધોવું. તેથી તે પાયું હશે તે તેમાંનું પુરૂ સાક્ થઇ જશે. વાતપડકા ઉપર લેપ.
भृङ्गराजरसं गृह्य तथा च सरसादलम् । निष्पावकपटोलानां पत्राणि काञ्जिकेन तु । पिष्ठा वातपीडकानां लेपनं मेहनस्य च ॥
ભાંગરાને રસ, તુળસીનાં પાંદડાં, વાયવરણાનાં પાંદડાં, પટાળનાં પાંદડાં, એ સર્વેને કાંજીમાં વાટીને વાયુથી થયેલી ફાલ્લી ઉપર લેપ કરવા.
પિત્તપિટિકા ઉપર લેપ.
यष्टीमधु तथा कुष्ठं चन्दनं रक्तचन्दनम् । उशीरं कतृणं चैव रक्तधातुमृणालकम् ॥
For Private and Personal Use Only