________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય ચેાત્રીસમો.
બાળકને પથરી થવાનું કારણ,
मूत्राविष्टौ च पितरौ सुरतं कुरुतो यदि । मूत्रेण सहितं शुकं च्यवते गर्भसम्भवे ॥ यं च यस्य च देहस्य स च तत्र प्रजायते । मूत्र मूत्रस्य संस्थाने करोति बन्धनं नृषु ॥ सोऽप्यसाध्यो मूत्रगदो बाल्याद्भवति मानुषे ।
માતા કે પિતા પિશાબ કરવાની હાજતવાળાં છતાં વિષયભાગ કરે છે ત્યારે ગર્ભની ઉત્પત્તિ કરનારૂં વીર્ય મૂત્રસહિત પડે છે. એ વીર્યથી જે ગર્ભ ઉત્પન્ન થાયછે તે ગર્ભના મૂત્રસ્થાનમાં આ વીર્ય સાથે આવેલા સૂત્રના યોગથી પથરી બંધાય છે. એવી રીતે બાળપણાથી જે પથરીના રોગ થાય છે તે અસાધ્ય છે.
તરૂણપણામાં થયેલી પથરી,
तारुण्ये चापि साध्यश्च जायते मूत्रशर्करा । विपरीतेन चोत्ताने स्त्रिया च पुरुषेण वा ॥ शुक्रं च प्रचलेत्तस्य स्त्री शुक्रं च प्रमुञ्चति । पुनश्च मेहने वासो वातेन शोषितं च तत् ॥ द्वयं दत्तं प्रपद्येत मूत्रद्वारं प्ररुंधति । तेन मूत्रप्ररोधश्च जायते तीव्रवेदनः ॥ अण्डसन्धिस्थिता याति शर्करा शस्त्रसाध्यका ॥
૬૩૭
For Private and Personal Use Only
તક્ષ્ણપામાં જે પથરીના રોગ થાય છે તે સાધ્ય છે. પુરૂષ ઉત્તાનશયન કરીને સ્ત્રી સાથે વિપરીત મૈથુન કરે છે ત્યારે તેનું વીર્ય બાહાર નીકળવાને ચળાયમાન થાય છે અને સ્ત્રી પણ તેજ વખતે વીર્ય મૂકે છે. એ વીર્ય પાછું મૂત્ર ઇંદ્રિયમાં જાય છે અને વાયુ તેનું શાષણ કરે છે. એવી રીતે બન્નેનું વીર્ય સૂત્ર ઇંદ્રિયને પામે છે અને મૂત્રના દ્વારને બંધ કરે છે. તેથી કરીને મૂત્રને અટકાવ થાય છે અને તેમાં તીવ્ર વેદના થાય છે. જે પથરી અંડના સંધિમાં રહેલી હોય તે શસ્ત્રસાધ્ય છે એટલે શસ્ત્રવર્ડ છેદ કરીને તેને કાઢી નાખવામાં આવે છે ત્યારે આરામ થાય છે.
૧૪