________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન--અધ્યાય ઓગણત્રીસ.
૬૫
જે ગુલ્મ એક દોષથી ઉત્પન્ન થયો હોય તેને સાધ્ય જાણ; જે સુક્ષ્મ બે થી થયે હોય તેને કષ્ટસાધ્ય જાણો; અને સન્નિપાતથી થયેલા ગુલ્મને અસાધ્ય જાણવો. હવે એ ગુલ્મની ચિકિત્સા અમે કહિયે છીએ.
ગુમના ઉપચાર, यकृद्ग्रहणीचिकित्सैव कथितं चोपवारणम् । तद्वत् प्लीहा समाख्यातो न चात्र कथिता पुनः ॥ चिकित्सोदरगुल्मस्य वक्ष्यते शृणु साम्प्रतम् । स्नेहनं रूक्षणं चैव पाचनं शोधनानि च ॥ संशमनं विरेकश्च बस्ति स्नेहनिरूहणम् ।
क्षारपानं च चूर्णानि गुल्मोपचरणक्रिया ॥ યકૃત અને ગ્રહણીની ચિકિત્સા તથા તે રોગને અટકાવવાના ઉપાય કહેવામાં આવ્યા છે. તેમજ બરોળના રોગ વિશે પણ કહ્યું છે. પણ આ ગ્રંથમાં પિટમાં થનારા ગુલ્મની ચિકિત્સા અત્યાર સુધી કહી નથી તે હવે કહિયે છીએ માટે સાંભળ. ગુલ્મરગવાળાને સ્નેહન, રૂક્ષણ, પાચન, શોધન, સંશમન અને વિરેચન ઔષધો આપવાં. જે ઔષધ જે દોષને સ્નિગ્ધ કરીને તેને નિકાલ કરે છે તેને સ્નેહજ કહે છે, જે દોષને રૂક્ષ કરે છે તેને રક્ષણ કહે છે જે પક્વ કરે છે તેને પાચન કહે છે, જે દોષને સાફ કરે છે તેને શેધન કહે છે, જે શમાવી દે છે તેને શમન કહે છે; અને જે વિરેચનારા દોષને બહાર કાઢી નાખે છે તેને વિરેચન કહે છે. વળી ગુલ્મ રોગવાળાને સ્નેહબસ્તિ અને નિરૂહબસ્તિ આપવા. તેમજ તેને ક્ષારરૂપ ઔષધો પાવાં અને ચૂર્ણ ખવરાવવાં એવી એવી ક્રિયાઓ કરીને ગુલ્મના ઉપચાર કરવા.
ગુમ ઉપર સ્નેહન અને રૂક્ષણ કિયા, शुण्ठी दारुश्च सुरसा मूर्वा च पंचमूलकम् । क्वाथोऽस्याष्टावशेषः स्यात् तत्समं क्षीरमेव च ॥ दधि तत्सममेवं तु पाचयेत् तत्समाग्निना। घृतं यावत् प्रदृश्येत सिद्धमुत्तारयेत् ततः ॥
For Private and Personal Use Only