________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૭૮
હારીતસંહિતા.
તે અઢાર પ્રકારના કોઢને જલદી નાશ કરે છે. આ બલા તેલના દર્શનથી ગ્રહ, ભૂત, પિશાચ, ડાકણું, શાકણ, એ સર્વે દૂર દેશમાં પલાયન કરી જાય છે. વળી અપસ્માર વગેરે દેશોને આ તેલ દૂર કરે છે. ઘરડા હોય તેમને જુવાન કરે છે; તથા વાંઝણી હેય તેને છોકરી આપે છે. એ તેલને મહાબલાદિ તેલ કહે છે. એ તેલ મોટા મોટા વાયુના રોગને મટાડે છે.
બલાદિ તૈલ, बलाक्वाथाढकं क्षिप्त्वा क्षिपेत् तत्राढकं दधि । कुलत्थाढकयूषं तु सौवीरस्याढकं तथा ॥ तिलतैलं तथा द्रोणं योजयेन्मतिमान भिषक् । एकत्र कृत्वा विपचेद्योजयेदौषधं च तत् ॥ शतपुष्पा देवदारु पिप्पली गजपिप्पली। त्रिसुगन्धि सुरामांसी कुष्ठं च दशमूलकम् ॥ चूर्णकं निक्षिपेत् तत्र सिद्धं तद्वतारयेत् । योज्यं पाने तथाभ्यङ्गे निरूहे नस्यकर्मणि ॥ हन्ति वातामयाशीति श्रेष्ठं गुणगणात्मकम् । यथा महाबलं तैलं तथेदं गुणवर्धनम् ॥
इति बलायं तैलम् । બલા (કાંસકીમૂળ) ને કવાથ ૨૫૬ લા લઈને તેમાં ૨૫૬ તેલા દહીં નાખવું; કળથીને યષ ૨૫૦ તેલ નાંખ; ૨૫૦ તોલા સૌવીર નામે ખાટું મધ નાખવું એ સર્વમાં તલનું તેલ ૧૨૪ તેલ બુદ્ધિ ભાન વૈધે નાખવું. એ સર્વને એકત્ર કરીને તેને પાક કરે તથા તેમાં નીચે કહેલાં ઔષધેનું ચૂર્ણ નાખવું, સવા, દેવદાર, પીપર, ગજપીપર, તજ, તમાલપત્ર, એલચી, સુરા નામે મધ, જટામાંસી, ઉપલેટ, દશમૂળ, એ
ઔષધનું ચૂર્ણ તેમાં નાખીને તેલ સિદ્ધ થાય ત્યારે નીચે ઉતારવું. એ તેલ પીવામાં, ચોળવામાં, નિરૂહબસ્તિમાં તથા નસ્યકમમાં (નાકમાં ટીપાં નાખવામાં) વાપરવું. એ તેલ સઘળા પ્રકારના ગુણવાળું છે તેથી તે એંશી પ્રકારના વાયુના રોગને મટાડે છે. જેવું મહાબલા તેલ ગુણ કારક છે તેવું જ આ બલા તેલ પણ ગુણમાં વધારે કરે એવું છે.
For Private and Personal Use Only