________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૦
(
હારીતસંહિતા.
કડાછાલ અને જીરું એ બેને દહીં સાથે વાટીને આપવાથી આમાતસાર શમે છે તથા પેઢુમાં આકડી આવતી પણ બંધ થાય છે.
ગુગળ, લસણું હિંગ, સુંઠ, એ ઔષધોને કવાથ કરીને પાવે. એ કવાથ આમ (જસ) ને નાશ કરે છે તથા વાયુને શમાવે છે.
અજમોદ, વજ, ઉપલેટ, સુંઠ, પીપર, મરી, પડકયુરે, હરડે, બેડાં, આમળાં, ભારંગ, પુષ્કરમૂળ, સિંધવ, સંચળ, વરાગડું, બિડ લવણ, બંગડીખાર, જવખાર, સાજીખાર, ટંકણખાર, જીરું, શાહજીરું, વાયવિંગ, ધાણા, દેવદાર, બીલી, પાષાણભેદ, લેધર, કડાછાલ, અરડુસે, ધાવડીના ફૂલ, શિમલાની છાલ, દાડિમ, એ ઔપ સમાન ભાગે લઈને તેનું સૂમ ચૂર્ણ કરવું. એ ચૂર્ણ ઘીની સાથે ખાવાથી આમવાયુને જરૂર મટાડે છે, તેમજ હિંગ અને કાંજી સાથે પીવાથી મરડાની ચૂંક મટે છે. ગરમ પાણી સાથે એ ચણું પીવાથી આમવાયુ મટે છેદશમૂળના કવાથ સાથે પીવાથી ગૃધ્રસી વાયુ અને કટિશળ મટે છે. એરંડિયા તેલ સાથે પીવાથી બંધકોશ મટે છે, તેમ અત્યંત કઠણ લેજો પણ મટે છે. ગાયના મૂત્ર સાથે પીવાથી ગુલ્મ મટે છે. ગોળ સાથે ખાવાથી પાડુંરોગ મટે છે. મધ સાથે ખાવાથી પ્રમેહ મટે છે. સાકર સાથે ખાવાથી ક્ષયરોગ મટે છે. એવી રીતે ઘટે તેવા અનુપાન સાથે એ ચૂર્ણની યોજના કરવાથી મહાભયાનક એવા સઘળા વ્યાધીઓ નાશ પામે છે.
પથ્યાપથ્ય, वर्जयेद्विदलं गौल्यं तैलं पिच्छलमेव च । शीतोदकेन च स्नानमामवाते भिषग्वर ।। पाचिते चामदोषे चाप्यामे प्रशमितेपि च । न सेवनीयं चोष्णं च द्रवं द्रावं विशेषतः ॥ ज्वरे प्रोक्तानि पथ्यानि तानि चात्र प्रयोजयेत् ॥
આમવાતવાળાએ કઠોળ ખાવું નહિ; ગોળનું મધ અથવા ગેળની વિકૃતિઓ ખાવી નહિ; તેલ ખાવું નહિ; ચિકણા પદાર્થો ખાવા નહિ, ઠંડા પાણીથી નહાવું નહિ. હે વૈદ્યએ ! આમદેવનું પાચન થયા પછી અથવા આમને સમાવ્યા પછી ગરમ, પ્રવાહી અને પાતળા પદાર્થો
For Private and Personal Use Only