________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પ
હારીતસંહિતા.
થાય ત્યારે તેને નીચે ઉતારવું. એ તેલ પીવામાં તથા ચાળવામાં યાજવું. તેમ નિહબસ્તિ આપવામાં યોજવું. આ તેલ સધળા પ્રકારના વાયુના રોગને પણ મટાડે છે, કેમકે તે ઘણાક ગુણાવાળું અને ઉત્તમ છે. આમવાતમાં વિરેચન ઓષધે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
पिबेदेरण्डजं तैलं गुडक्षीरेण संयुतम् । सर्वाङ्गे चामवाते हि श्रेष्ठमेतद्विरेचनम् ॥ नागरस्य भागमेकं द्वौ भागौ क्रिमिजस्य तु । त्रिवृद्भागत्त्रयं क्षित्वा चूर्ण गुडसमं वटम् ॥ भक्षेत् तथोष्णतोयेन पुनश्चोष्णं पयः पिबेत् । एतेन जायते त्वामे विरेकः सुखकारकः ॥ विडङ्गशुण्ठी रास्ना च पथ्या त्रिकटुकान्विता । काथमष्टावशेषं च कारयेद्भिषजां वरः ॥ दुग्धं काथार्द्धकं तैलं तथैवैरण्डजं क्षिपेत् । कर्षमात्रं तु पातव्यो विरेकश्चामशांतये ॥ गुडूचीत्रिफलापथ्या गुडेन सह भक्षयेत् । विरेको ह्यामवातेषु श्रेष्ठ मेषः सुखावहः ॥
એરંડિયા તેલમાં ગોળ તથા દૂધ યુક્ત રીતે તે પીવું, સર્વાંગવાયુમાં તથા આમવાતમાં આ વિરેચન ખીજાં કરતાં સારૂં છે.
એક ભાગ સુંઠ, એ ભાગ વાવડીંગ, ત્રણ ભાગ નસેતર, એ સર્વનું ચૂર્ણ કરીને તે ચૂર્ણની ખરેખર વજનમાં ગાળ લેઈને તેની ગેાળા કરવી. પછી તે ગાળા ગરમ પાણી સાથે ખાવી, અને તે ઉપર ગરમ કરેલું દૂધ પીવું. એ ઔષધવડે આમવાતવાળાને સુખકારક વિરેચન થાય છે.
વાયવિડંગ, સુંઠ, રાસ્ના, હરડે, પીપર, મરી, એ ઔષધોના ઉત્તમ વૈઘોએ આઠમે હિસ્સે પાણી રહે એવા વાથ કરવા. કવા થથી અરધા પ્રમાણમાં દૂધ નાખવું તથા એક તાલા એરંડિયું તેલ નાખવું. એ ક્વાથ પીવાથી વિરેચન થઈને આમની શાંતિ થાય છે. ગળા, હરડે, બહેડાં, આમળાં, હીમજી હરડે, એ સર્વનું ચૂર્ણ ગોળની સાથે ખાવું, તેથી વિરેચન થશે. આમવાયુવાળાને એ વિરેચન સુખ આપે એવું અને ઉત્તમ છે.
For Private and Personal Use Only