________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય છવીસમ.
પપ
ઉપર કહ્યાં એવાં લક્ષણ જોઈને વાતરક્ત રંગ ઓળખીને તેને પ્રતીકાર કરે. વાતરક્તવાળાને વિરેચન આપવાં, શરીરમાંથી બગડેલું લોહી બહાર કાઢી નખાવવું, ક્વાથાદિક પાવા, તૈલાદિકના લેપ કરવા અને ચૂર્ણદિકના અવલેહ ચટાડવા. વાતરક્તવાળાને ધાણા અને સુંઠ નાખીને દૂધ પાવું.
પટલીનાં પાંદડાં અને લીમડાનાં પાંદડાં એ બેને કવાથ કરીને તેમાં મધ નાખીને પાવું, તેથી વાતરક્તનું પાચન તથા શમન થાય છે.
લીમડાનાં પાંદડાંને કાંજીમાં, વાટીને તેને લેપ કરવાથી વાતરક્ત શમી જાય છે. આ ઉપાય સારે છે.
દરો, મેરેલ, પડકરે, સુંઠ, ધાણ, જેઠીમધ, એ સર્વને ઠંડા પાણીમાં વાટવું અને વાતરકોનાં મંડળ ઉપર તેને લેપ કરવા.
ધાણા, સુવા, જીરું, શાહજીરું, એ ચાર ઔષધનું ચૂર્ણ કરીને ગેળમાં તેને પકવ કરવું (ગળ ગરમ કરીને તેમાં નાખીને તેની સુખડી કરવી.) તથા તે વાતરક્તવાળા રોગીને ખાવાને આપવું તેથી તેના દેશની શાંતિ થશે.
આમળાનું ચૂર્ણ સાકર સાથે આપવાથી વાતરક્ત મટે છે. કેળાને પાક કરીને તે ખવરાવવાથી વાતરક્ત મટે છે.
કલ્યાણક ગુડ (પાછળ કહેવામાં આવ્યો છે, પણ વાતરકાવાળાને હિતકારક છે.
સુંઠ, પીપર અને મરીનું ચૂર્ણ દૂધમાં નાખીને તે પાવાથી વાતરક્ત શમે છે.
ઉપર કહ્યા તે ઉપાયો કરવાથી પણ જે વાતરક્તવાળા સુખ થાય નહિ તે પછી તેના શરીરમાંથી બગડેલું લેહી કાઢી નખાવવું. તાવના રેગમાં જે પથ્ય કહેવામાં આવ્યાં છે તે આ રોગમ પણ આપવાં.
इति आत्रेयभाषिते हारीतोत्तरे तृतीयस्थाने रक्तवात
चिकित्सा नाम षड्विंशोऽध्यायः ।
For Private and Personal Use Only