________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય વીસમે.
૫૭૭
वृद्धा युवानो भवन्ति वन्ध्या च लभते सुतम् । तैलं महाबलाद्यं च महावातहरं स्मृतम् ॥
इति महाबलाद्यं तैलम् । બલા (કાંસકી) ના મૂળના આઠ ભાગ અને દશમૂળના ચાર ભાગ, લઈને તેમાં ચારગણું અથવા ૧૦૨૪ તલા પાણી નાખી તેને કવાથ કરે. એ કવાથમાં ૨૫૬ તલા દૂધ તથા ૨૫૬ તલા દહીં નાખવું. તથા અડદને બાફીને તેનું પાણી ૨૫૬ તેલ નાખવું.
એ સર્વેમાં ૧૦૨૪ તેલા તલનું તેલ નાખીને તેને લેઢાની કઢાઈમાં ધીમા તાપથી પકવ કરવું. પછી હરણદેડી, હરડે, કાકેલી, ક્ષીરકાલી, જીવક, ઋષભક, મેદા, મહામેદા, સરલવૃક્ષની છાલ, દેવદાર, શાક વૃક્ષની છાલ, રક્તચંદન (રતાંજલી), કૃષ્ણાગરૂ, રાળ, મજીઠ, તજ, તમાલપત્ર, એળચી, જટામાંસી, શિલાજિત, ઉપલેટ, વજ, તગર, શતાવરી, આસંધ, સુવા, સાટોડી, સુરાબીજ, સુરા, મેથ, તાલીસપત્ર, સુંઠ, પીપર, મરી, પીળે વાળે, કાળો વાળે, એ સર્વે ઔષધોનું કલ્ક કરીને તે તેલમાં નાખવું. અને તેલ માત્ર રહેતાં સુધી પકવ કરવું. એવી રીતે સિદ્ધ થયેલું એ તેલ સર્વ ગુણવાળું અને શ્રેષ્ટ થાય છે. એ તેલ તૈયાર થાય ત્યારે સ્વસ્તિવાચન વગેરે મંગળ ઉપચાર કરીને સેનાના અથવા રૂપાના અથવા માટીને અથવા લેઢાના કુંભમાં તેને સારી રીતે રક્ષણ કરીને ભરી દેવું. તથા પછી મનુષ્યની શક્તિ જોઈને તે પી. વામાં, ચાળવામાં, નિરૂહબસ્તિમાં કે સ્નેહબસ્તિમાં જવું. જે માણસને અર્દિતવાયુ થયું હોય, અસ્થિભંગ હોય, સાંધે છુટો પડ્યો હોય, તેને એ તેલ આપવું. જે સ્ત્રી વાંઝણું હોય તથા જે પુરુષ અપવીવાળ હેય, અથવા જે આમવાતથી પીડાતા હોય, તથા જેને એક પાસુ સંકોચાઈ જવાની વાતોગ (જેને પક્ષપ્રકુંચક કહે છે તે) થયો હય, જેનું શરીર ક્ષીણ થઈ ગયું હોય, જે શરીરે દુર્બળ, જીર્ણજવરથી પીડાતે હોય, તે સર્વને એ તેલ યથાવિધિ જવું. વળી પ્રતાનક રોગમાં વાયુથી શરીરનું કોઈ અંગ સૂકાઈ ગયું હોય તેમાં, હનુગ્રહ રેગમાં, કાનના શળમાં, નેત્રળમાં, મન્યાસ્તંભમાં, પાસાના વાયુમાં, એ સર્વ વાયુના વિકારોમાં આ તેલ અમૃતના સરખું હિતકારક છે. વળી એ તેલ શ્વાસ, ખાંસી, ગુલ્મ, અર્શ અને ગ્રહણી રોગને નાશ કરે છે.
For Private and Personal Use Only