________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮૪
હારીતરસંહિતા.
કરાવવા, પણ તે રેગીની શક્તિ કે અશક્તિ જોઇને તેના પ્રમાણમાં કરાવવા. એ રોગીને પાચન ઔષધ આપવાં નહિ; કેમકે તેમ કરવાથી જે ગુલ્મ પાકે તે રેગી મેટી મૂછ પામે. ગુહ્મરૂપ આમનું જે પાચન કરવામાં આવે તે રોગીનું મરણ તકાળ થાય એમાં સંદેહ નથી.
સ્નેહ્યામનું લક્ષણ, यस्य स्यात् स्निग्धता गात्रे जाड्यं मन्दाग्निकोऽबली । श्वेतामो विजलो यश्च स्नेही चामः प्रकीर्तितः॥ तस्य नो स्नेहनं कार्य चोपवासं च कारयेत् । पाचनं चैव कर्तव्यमामं चैवातिसारयेत् ॥ यस्य शोफाङ्गता जाड्यं तथा चैव घनोदरम् । अरुच्यामातिसारश्च तमसाध्यं विजानता ॥
अत्याख्येया क्रिया कार्या जीवितस्यापि संशये । . पाचनैः पाचितं ज्ञात्वा तस्साचूर्णानि दापयेत् ॥
કૃતિ ભેટ્યામરુક્ષના જે રેગીના આમમાં સ્નિગ્ધતા એટલે તેલ જેવી ચિકાશ હોય, જેનાં અંગ જડ થઈ ગયાં હોય, જેને જઠરાગ્નિ મંદ પડી ગયું હોય, જે નિર્બળ હોય, જેને આમ ધોળા રંગનો હોય, જેના આમની સાથે પાણી પડતું ન હોય, તેને હવાળો આમ કહે છે. એવા આમવાતના રોગીને સ્નેહ ઔષધ આપવાં નહિ કે સ્નેહન કિયા કરવી નહિ. તેને ઉપવાસ કરાવવા, અને પાચન ક્રિયા કરવી તથા પાચન ઔષધ આપવાં. તેમ તેને આમ ઝાડાવાટે નીકળી જાય એવાં રેચક ઔષધ આપવાં. જે આમવાતના રેગીને અંગે સોજો ચડ્યો હોય, જેનો અંગ જડ થઈ ગયાં હોય, જેનું પેટ કઠણ થયું છે, જેને અરૂચિ અને આમાતિસાર થયા હોય તે આમવાતને અસાધ્ય જાણે. અને રોગીને તે રોગ મટશે નહિ તથા તેનું જીવવું સંશય ભરેલું છે એમ જાણીને તેની ચિકિત્સા કરવી. પાચન ઔષધેવડે સ્નેહી આમવાતને પવ કરીને પછી ચૂર્ણરૂપ ઔષધ આપવાં.
૧ નgવાd. p. રૂ .
For Private and Personal Use Only