________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર૬
હારીતસંહિતા.
सप्तदशोऽध्यायः।
તરસ અને તાલુશેષની ચિકિત્સા તૃષાના હેતુ અને પ્રકાર,
आत्रेय उवाच। भयश्रमादलहीनाद्विदलात्क्षसेवनात् । आतपे वा ज्वरे जीर्ण क्षयाच्चैव क्षतात् तथा ॥ ततः संकुपिता दोषा वातपित्तकफास्त्रयः। चतुर्थी क्षतजा प्रोक्ता पश्चमी क्षयजा स्मृता ॥ षष्ठयजीर्णा तथा प्रोक्ता सप्तमी रूक्षसेवनात् ।
अष्टमी स्याज्वरोत्पन्ना लक्षणानि शृणुष्व मे ॥ આત્રેય કહે છે:–ભયથી, શ્રમથી, બલહીન થવાથી, કઠોળ ખાવાથી, લૂખા પદાર્થ ખાવાથી, તડકામાં ફરવાથી, તાવથી, અજીર્ણથી, યેથી, ક્ષતથી, એ કારણેથી વાયુ, પિત્ત, અને કફ, એ ત્રણ દેવ કોપ પામે છે, અને તે ત્રણ પ્રકારની તરસને ઉત્પન્ન કરે છે. હથિયાર વગેરે કાંઈ વાગવાથી લેહી વહી જાય છે તેથી જે તરસ ઉત્પન્ન થાય છે તે ક્ષતજા નામે ચોથા પ્રકારની કહેવાય છે. ક્ષયથી ઉત્પન્ન થયેલી તરસ પાંચમા પ્રકારની છે. અજીર્ણથી ઉત્પન્ન થયેલી તરસ છઠ્ઠી પ્રકારની છે. રૂક્ષ પદાર્થોના સેવનથી થયેલી તરસ સાતમા પ્રકારની છે. તાવથી ઉત્પન્ન થયેલી તરસ આઠમા પ્રકારની છે. હવે તે તરસનાં લક્ષણે સાંભળો.
વાયુની તૃષાનાં લક્ષણ क्षामः श्यावास्यता चाथ वैरस्यं वेपथुस्तथा। वातेन सा भवेत् तृष्णा विज्ञेया भिषजां वरैः॥ વાયુથી થયેલી તરસવાળાનું મેટું સુકાઈ જાય છે—લેવાઈ જાય છે, તથા તેને વર્ણ શ્યામ થઈ જાય છે મોઢાને સ્વાદ ફીક થઈ જાય છે, શરીર કંપે છે; એવાં એવાં (વાયુનાં) લક્ષણથી ઉત્તમ વૈદ્યોએ વાયુની તરસ ઓળખવી.
For Private and Personal Use Only