________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૨૮
હારીતસંહિતા.
રસક્ષય તૃષાનાં લક્ષણ, रसक्षये यदा तृष्णा तथा क्षामः क्षुधातुरः ।
ग्लानिः शोषो भ्रमः श्वासो दैन्यमाशु प्रवर्तते ॥ રસ નામના ધાતુનો ક્ષય થવાથી જ્યારે તરસ ઉત્પન્ન થાય છે ત્યારે રોગીનું શરીર સુકાઈ જાય છે અને ભૂખથી પીડાય છે. વળી તેને ગ્લાનિ, શોષ, ભ્રમ, શ્વાસ, અને દીનતા, એવાં ચિહે જલદી પ્રકટ થાય છે.
ક્ષતક્ષય વગેરે તૃષાનાં લક્ષણ क्षतक्षयेषु या तृष्णा तस्यां नान्नाभिनन्दनम् । अन्या ज्वरातुरे प्रोक्ता तृष्णा सा ज्वरवेगजा।
अन्यातिसारे शूले वा तृष्णा शेया भिषग्वरैः ॥ કાંઈ હથિયાર વગેરે વાગવાથી તથા ક્ષયથી જે તૃષા ઉત્પન્ન થાય છે તેમાં રોગીને ખોરાક ખાવાની પ્રીતિ થતી નથી. તાવવાળાને જે તરસ લાગે છે તે બીજી જાતની તૃષા છે, તેને વર વેગથી અથવા તાવના વેગથી ઉત્પન્ન થયેલી કહે છે. વળી વૈદ્યોએ જાણવું કે અતિસારમાં તથા શળ રોગમાં જે તરસ લાગે છે તે પણ એક તપારોગને પ્રકાર છે.
અસાધ્ય તૃષ્ણાનાં લક્ષણ तृष्णातिसारवमनं दाहो मूर्छा भ्रमश्च शोषश्च । तोयेन याति तृप्ति तां चासाध्यां विजानीहि ॥
રૂતિ તૃણાસ્ત્રક્ષા જે વષાના રેગીને પાણીની તરસ ઘણી લાગતી હૈય, અતિસાર થયે હૈય, ઉલટી થઈ હોય, દાહ થયો હોય, મૂછ થતી હોય, ફેર આવતા હોય, મોટું સુકાઈ જતું હોય અને પાણી પીવાથી પ્તિ ન થતી હોય, તે તરસને અસાધ્ય તરસ જાણવી. અર્થાત ઔષધોપચાર કરવાથી પણ તે તરસ મટતી નથી.
વાયુની તરસને ઉપાય, तृष्णां वातोद्भवां दृष्ट्वा शस्यते सगुडं दधि । सगुडं वामृताकाथं पीतं वाततृषापहम् ॥ १ नानाभिनन्ददः. प्र. १ ली.
For Private and Personal Use Only