________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૫૪૪
હારીતસંહિતા.
ત્યય કહેવા. જેને મધ પીધા પછી ઉલટી, અરૂચિ, છાતીમાં દરદ, ઘેન, જડતા, ભારેપણું, અંગનું ઠંડાપણું, અને સળેખમ થાય, તેને કના માત્યય થયા છે એમ જાણવું. એ ત્રણે દોષના ભદાયમાં જે ચિન્હ થાય છે તે સઘળાં જે મદાત્યય રોગમાં હોય તેને, હું વૈધરાજ ! ત્રિદોષ મદાત્મય જાણવા. ત્રિદેષ મદાત્યયની ચિકિત્સા પણ એ ત્રણ દોષના સ્વરૂપ ઉપર નજર રાખીને કરવી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહાત્યયની ચિકિત્સા,
वमनं च प्रशस्तं च निद्रासंसेवनं पुनः । स्नानं हितं पयःपानं भोजने सगुडं दधि ॥ मस्तुखण्डं सखर्जूरं मृद्वीका दाडिमालिका | आमलक्या परूषं च लेहो हन्ति मदात्ययम् ॥ द्राक्षामलकखर्जूरं परूषकरसेन वा । कल्कयेत् पयसा तत् तु पानं सर्वमदात्यये ॥ पथ्याक्काथेन संयुक्तं पयःपानं मदात्यये ॥
इति मदात्ययचिकित्सा |
મદાત્યય રોગમાં રોગીને ઉલટી કરાવવી હિતકારક છે. રોગીને ઊંધાડવા એ પણ સુખકારક છે. તેને સ્નાન કરાવવું, દૂધ પાવું, તથા દહીં અને ગોળ ખાવાને આપવાં, એ પણ ફાયદાકારક છે.દાત્મયના રાગીને દહીંની તર, સાકર, ખજૂર, દ્રાક્ષ, દાડમ, આમલી, આમળાં, ફાળસાં, એ સર્વના અવલેહ કરીને પાવે! તેથી મદાય રોગ મટે છે. દ્રાક્ષ, આમળાં અને ખજૂર એ ત્રણને ફાળસાંના રસમાં બારીક વાટીને તેનું કલ્ફ કરવું. એ કલ્કને દૂધ સાથે પીવાથી સર્વ પ્રકારના મહાત્મય રોગ મટે છે. હરડેના ક્વાથની સાથે દૂધ પીવાથી મદાત્યય રોગ મટે છે. સેપારીના મહાત્યયની ચિકિત્સા, સોપારીના મઢનાં લક્ષણ,
पूगीफलमदे कम्पो मोहो मूर्च्छा क्लमस्तमः ।
प्रस्वेदो विधुरत्वं च लालास्रावश्च जायते ॥ भ्रमक्कमपरीतत्वं विज्ञेयं पूगमूच्छिते । मानवो लक्षणैरेभिर्ज्ञेयः पूगविमूच्छितः ॥
For Private and Personal Use Only