________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય બાવીસમો.
પપ૮
વાયુથી, પિત્તથી, કફથી એ બે દોષ મળવાથી, ત્રિદોષથી અને વિષથી, એ છ પ્રકારથી ઉન્માદ રોગ થાય છે.
ઉન્માદના હેતુ अशुचिविपथशून्यागारकेऽरण्यमध्ये सभयगहनवीथीदेवतागारके च । अथ कथमपि भीत्याशङ्कया खिन्नचेतःक्षुभितमनः स्वमार्ग त्याज्यमुन्मार्गमेति ॥ चिन्ताव्यथासुभयहर्षविमर्षलोभात् देवातिथिद्विजनरेन्द्रगुरूपमानात् । प्रेमाधिकायुवतिजनस्य विप्रयोगात्
उन्मादहेतु च नृणां कथितं वरिष्ठैः॥ અપવિત્ર જગમાં જવાથી, ઉન્માર્ગે ચઢી જવાથી, શૂન્ય ઘરમાં રહેવાથી, અરણ્યમાં ચાલવાથી, ભયવાળી જગમાં જવાથી કે રહેવાથી, ગહન માર્ગમાં જવાથી, દેવાલયમાં એકલાં રહેવાથી, અથવા બીજે કોઈપણ પ્રકારે ભય ઉત્પન્ન થવાથી કે શંકા થવાથી મન ખિન્ન થઈને ક્ષેભ પામે છે તથા તેથી તે પોતાને માર્ગ તજીને ઉન્માર્ગે ચઢી જાય છે. વળી ચિંતા થવાથી, પીડ થવાથી, અતિ ભય થવાથી, હર્ષથી, બહુ વિચાર કર્યા કરવાથી, લેભથી, દેવ-અતિથિ-બ્રાહ્મણ કે ગુરૂનું અપમાન કરવાથી અથવા અતિશય વાહાલી સ્ત્રીના વિયોગથી મનુષ્યને ઉન્માદરેગ ઉત્પન્ન થાય છે, એમ મોટા આચાર્યોનું કહેવું છે.
ઉન્માદના લક્ષણ तेन गायति वा रौति नृत्यते पठते तथा । लोलते छर्दते वापि कम्पते हसते तथा ॥ धावते हनते चैव तथा हिकां निरस्यति ।
नेत्रे भ्रामयतेऽत्यर्थ दृश्यते वा मदातुरः॥ * બે બે દેષથી એક ઉન્માદને પ્રકાર ન ગણતાં માધવે “માનસદોષથી” ઉન્માદને એક પ્રકાર માન્ય છે.
For Private and Personal Use Only