________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય ત્રેવીસમે.
૫૬૩
માનવાયુ જાણુવા. હવે તે જૂદા
જૂદા ધાતુઓમાં શે શે વિકાર ઉત્પન્ન કરે છે તે કહિયે છીએ. વ્યાનવાયુ ત્વચામાં રહીને કાપે ત્યારે વાં ઊભાં થાય છે, માંસમાં હોય ત્યારે સાજે અને તાદ ( સાય ધ્રાંચાવા જેવી વેદના થાય છે; મેદમાં હાય ત્યારે શરીર કંપે છે; અસ્થિ ( હાડકાં ) માં વાયુ રહ્યો હોય ત્યારે અંગભંગ થાય છે; મજ્જામાં વાયુ હોય ત્યારે પડી જવાના વ્યાધિ થાય છે; અને વીર્યમાં વાયુ કાપ્યા હોય છે ત્યારે સાંધામાં સાજો થાય છે; એ લક્ષણાથી ધાતુગત વ્યાનવાયુ કાપે છે એમ જાણવું. એ પ્રમાણે ધાતુઓમાં રહેલા વાયુના વિકાર મેં તને કથા; હવે તેમાંથી કયા સાધ્ય છે અને કયા અસાધ્ય છે તે તને કહું છું તે સાંભળ. ત્વચા, રક્ત, માંસ અને મેદ, એ ધાતુઓમાં રહેલા વ્યાનવાયુને પ્રકાપ ઔષધાથી દૂર કરી શકાય છે, એ વિના બીજા ધાતુઓમાં રહેલા વાયુ મેહેનત કરવાથી મટી શકે છે કે નથી પણ મટતા.
વાયુનાં સામાન્ય લક્ષણા
लोमहर्षो भवेत् तोदो निद्रानाशोऽरुचिस्तमः । गात्रं सूच्येव विध्येत भ्रमन्त्येव पिपीलिकाः ॥
रूक्षत्वं त्वङ्नखे नेत्रे कृशत्वं जायते पुनः । गर्भरजसा शुक्रस्य नाशो भवति वेपथुः ॥ मन्दाग्नित्वं च भवति स्वप्नानि च स पश्यति । निद्रानाशश्च भवति सामान्यं वातलक्षणम् ॥
શરીરનાં વાંઢાં ઊભાં થાય, શરીરે તાડ થાય, નિદ્રાના નાશ થાય, અરૂચિ થાય, આંખે અંધારાં આવે, અંગ સાયાથી વીંધાતું હોય એવી વેદના થાય, શરીર ઉપર કીડીઓ કરતી હોય એવું લાગે, ત્વચા, નખ અને મૈત્રમાં લુખાપણું આવે, શરીરનાં અંગ સૂકાઈ જાય કે પાતળાં થઈ જાય, ગર્ભને આર્તવ કે વીર્યના નાશ થાય, શરીર કંપે, જઠરાગ્નિ મંદ થાય, ધમાં અનેક સ્વમ આવે, અને નિદ્રાના નાશ થાય, એ વાયુનાં સામાન્ય લક્ષણો છે. અર્થાત્ એમાંનું કાંઈ થાય ત્યારે જાણવું કે વાયુ કાપ્યો છે.
For Private and Personal Use Only