________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૫૪૮
હારીતસંહિતા.
સા વખત ધી ધોઈને દાહવાળાને અંગે ચાપડવું. અથવા આમળાં અને ધોળી દરો પાણીમાં વાટીને તેના શરીરે લેપ કરવા. અથવા આમળાં અને સાકરને પાણીમાં વાટીને તેનું ચાટણ કરવું એ પણ દાહ અને શાષથી પીડાતા રોગીને સુખ કરનારૂં ઔષધ છે.
જાંબુડાનાં તથા આંબાનાં પાંદડાં, અને લીમડાનાં પાંદડાં, એ સર્વ જોરાના રસમાં વાટીને તેને શરીરે લેપ કરવાથી તત્કાળ દાહ મટીને સુખ થાયછે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દાહના સામાન્ય ઉપચાર.
धारागारतुषारशीतलशशी ज्योत्स्ना मृणालानि च वातः शीतलचन्दनं च कमलं प्रेमानुबन्धः सखा । रामागूहनमर्दनं स्तनयुगे शुक्लार्द्रवस्त्राणि च क्षीरं शर्करशङ्खलोहरजतं दाहप्रशान्त्यै हितम् ॥
જે ઘરમાં પાણીના કુંવારા છૂટતા હોય તે ધર, ખરક, ચંદ્રનું ઠંડું ચાંદરણું, કમળનાં મૃણાલ, ઠંડા વાયુ, ઠંડું ચંદન, કમળ, પ્રેમાનુઅંધ, મિત્ર, સ્ત્રીઓનું આલિંગન, સ્ત્રીઓના બન્ને સ્તનનું મર્દન, સફેદ તથા ભીનાં વસ્ત્ર, દૂધ, સાકર, શંખ, લોહ, રૂપું, એ સર્વે પદાર્થો દાહની શાંતિ કરનારા છે.
इति आत्रेयभाषित हारीतोत्तरे तृतीयस्थाने दाहचिकित्सा नाम विंशोऽध्यायः ।
*
For Private and Personal Use Only
* મૂળમાં સિતા પદ છે, તે ઉપરથી કેટલાક આમળાં અને સાકર વાટીને અંગે ચેપડવી એવા અર્થ કરે છે; પણ વૃદ્ધ વૈદ્યો કહે છે કે જે દાહના સંબંધમાં ચેપડવાનું હાય ! સિત્તેના અર્થ ‘ શ્વેત દૂર્વા’ કરવા એ વધારે ચેાગ્ય છે; અને ખાવાનું હેય તે તેને અર્થ સાકર કરવા. માટે અમે તેવા અર્થ કર્યો છે.