________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય સત્તરમા
પિત્તની તરસનાં લક્ષણ,
शीततोयाभिलाषं च भ्रमो दाहो प्रलापता । मूर्छा च लोहिते नेत्रे तृष्णा पित्तोद्भवा मता ॥
૫૨૭
જે તરસવાળા રોગીને ઠંડું પાણી પીવાની ઇચ્છા થતી હાય, ફેર આવતી હોય, તીમાં દાહ થતા હોય, મોઢે લવારી થતી હાય એભાનપણું થઈ જતું હોય, અને આંખેા લાલચોળ થઈ જતી હાય, ત્યારે તેને પિત્તથી થયેલી તરસવાળે જાણવા.
કફની તરસનાં લક્ષણ,
निद्रा श्यावास्यतालस्यं बलासोष्णाभिलाषता । प्रतिश्यायाङ्गशैत्यं च श्लेष्मणो जायते तृषा ॥
ફથી ઉત્પન્ન થયેલી તરસવાળાને ઊંધ આવે છે, મુખની ક્રાંતિ કાળી થઈ જાય છે, શરીરમાં આળસ આવે છે, કુનો વધારો માલમ પડે છે, ગરમ વસ્તુઓની ઇચ્છા થાય છે, સળેખમ થાય છે અને શરીર ઠંડું પડી જાય છે.
વિશ્વાષની તરસનાં લક્ષણ,
हृच्छूलं वमनं दाहो भ्रमो वा शिरसो व्यथा । वेपथुश्चाङ्गशैत्यं च त्रिदोष प्रभवा तृषा ॥
इति त्रिदोषतृष्णलक्षणम् ।
છાતીમાં શૂળ, ઉલટી, દાહ, ફેર આવવા, માથું દુઃખવું, શરીર કંપવું અને શરીર ઠંડું થવું, એવાં ચિન્હોપરથી ત્રિદોષથી ઉત્પન્ન થયેલી તરસ જાણવી.
For Private and Personal Use Only
અજીર્ણ તૃષાનાં લક્ષણ.
वक्रे शोषो भवेजृम्भा शिरोऽतिर्गुरुतोदरे । अजीर्णेनाथ मनुजे तृष्णा संलक्ष्यते गदः ॥
જે પુરુષને અજીર્ણથી તરસ ઉત્પન્ન થઈ હોય તેના મેઢાનાં પાણીના શેષ પડે છે, અગાસાં આવે છે, માથું દુખે છે અને પેટમાં ભાર લાગે છે. એવાં લક્ષણોપરથી રાગીએ જાણ્યું કે અજીર્ણથી તરસનો રોગ થયો છે.