________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય સોળમો.
૫૨૫
ઉલટીવાળાનું પથ્યાપથ્ય, न चोष्णं नातिचाम्लं च न तीक्ष्णं न तथा लघु । तन्दुलीयकशाकं वा न मद्यं काञ्जिकं न तु ॥ वमिदोषे च कथितं पथ्यं चात्र शृणुष्व मे । आनूपं शालिभक्तं च शतपुष्पा च वास्तुकम् ॥ आढकी मुद्गयूषं च दधि गुडघृतान्वितम् । अङ्गारमण्डका चाथ वमौ पथ्यं प्रशस्यते ॥ यथावलं यथाकालं यथारोगं यथानलम् । तथा दृष्ट्वा प्रकुर्वीत पथ्यानां समुपक्रमम् ॥ दिवा निद्रां प्रयुञ्जीयात् वमौ श्वासेऽतिसारके। हिकाशोषे तथाजीणे वमिक्लेदेऽथवा पुनः ॥ न चोष्णतोयपानं च नातिभोजनमेव च । न धावनं न वक्तव्यं वर्जयेद्वमनार्दिते ॥ ઉલટીના રેગીને ગરમ, અતિશય ખાટું, તીણ, હલકું, તાંદળજાનું શાક, મધ, કાંજી, એમાંનું કાંઈ આપવું નહિ. હવે એ રેગવાળાને શું પથ્ય આપવું તે હું કહું છું; તું સાંભળ. પાણથળ પ્રદેશનાં જાનવરોનાં માંસ, શાલિજાતની ડાંગરના ચોખાને ભાત, સુવાની ભાજી, વથુઆનું શાક તુવરની અને મગની દાળનું પાણી, દહીં, ગોળ અને ઘી સાથે અંગારાપર શેકેલા માંડા, એવા પદાર્થો ઉલટીના રોગવાળાને પથ્ય છે. એ પથ્ય કહ્યાં છે તેમાં પણ રેગીનું બળ જોઈને તેને પાચન થઈ શકે તેટલા વજનમાં એ પદાર્થો આપવા, વસંતાદિ સમય જોઈને તે ઋતુમાં દેષ કોપ ન કરે એવા પદાર્થો આપવા; અને એજ પ્રમાણે રેગ અને જહરાગ્નિ ઉપર વિચાર કરીને પથ્ય આપવું. ઉલટીના રંગમાં, શ્વાસરોગમાં, અતિસારના રોગમાં, હેડકીના રેગમાં, શેષ રોગમાં, અજી
માં અને ઉલટીની મોળ આવતી હોય ત્યારે રોગીને ઉંઘ ફાયદાકારક છે માટે તેને દિવસે ઉંઘવાની આજ્ઞા આપવી. ઉલટીવાળાએ ગરમ પાણી પીવું નહિ; અતિશય ખાવું નહિ; દોડવું નહિ; અથવા અતિશય બોલવું નહિ. એટલાં વાનાં ઉલટીથી પીડાયેલા માણસે તજવાં જેવાં છે.
इत्यात्रेयभाषिते हारीतोत्तरे तृतीयस्थाने छर्दि
चिकित्सा नाम षोडशोऽध्यायः।
For Private and Personal Use Only