________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય સત્તરમે.
૫૩૩
रक्तशाल्योदनं शस्तं दधिशर्करयान्वितम् । भोजनं च प्रशस्तं च न क्षारं कटुकं पुनः ॥ शोषे च छर्दितृष्णायां श्रमे पानात्ययेऽपि च । अतीसारे च शोषे च दिवानिद्रा सुखावहा ॥
બીરાના ગર્ભને ચેખાના ધોવરામણમાં વાટીને પાવાથી શેષ શમી જાય છે અને તાવ સહિત તરસ નાશ પામે છે. એજ ઔષધનો તાળવે લેપ કરવાથી તાળુશોષ મટે છે અને સુખ ઉપજે છે. મધ અને સાકર એકઠી મેળવીને તેને તાળવે લેપ કરવાથી શેષ મટે છે.
કમળને કંદ તથા કમળને મૃણાલ (દ), એ બેને ઠંડા પાણીથી શીતળ કરીને અર્થત વાટીને તેને તાળવે લેપ કરવાથી અથવા જાંબુડાનાં અને આંબાનાં કુમળાં પાંદડાં વાટીને તેને લેપ કરવાથી તાળુશષ જલદીથી મટે છે.
શેષરેગવાળા રેગીના મેઢા આગળ બીજા કેઈએ ખાટાં લીંબુ અથવા બીજેરો, અથવા સૌવીર (ખાટી કાંજી, અથવા સુંઠ, એમાંથી કોઈપણ એક કે ઘણા પદાર્થ ખાવા, પણ બુદ્ધિમાન પુરૂષે રોગીને ખાવા આપવા નહિ; કેમકે એવી રીતે ખાટા તીખા પદાર્થો બીજાને ખાતે જોઈને તેના મુખમાં પુષ્કળ પાણી છૂટે છે અને તેથી કરીને તેની તરસ મટી જાય છે તથા શેષ પણ મટે છે. રાતી ડાંગરના ચોખાનો ભાત, દહીં અને સાકર સાથે ખવરાવવો એ પણ ઘણે સારે છે. પણ ખારું તથા તીખું ભોજન આપવું હિતકારક નથી. શેષગમાં, ઉલટીના વ્યાધિમાં, તરસના રોગમાં, થાક લાગ્યો હોય ત્યારે, મધપાન અતિશય થવાથી વ્યાધિ થયો હોય ત્યારે, અતિસારમાં અને શેષગમાં દિવસે ઉંઘવું એ હિતકારક છે.
इति आत्रेयभाषिते हारीतोत्तरे तृतीयस्थाने तृष्णा
तालुशोषचिकित्सा नाम सप्तदशोऽध्यायः ।
For Private and Personal Use Only