________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૩૬
હારીતસંહિતા.
થઈ જાય છે. તેને શરીરે પરસેવો થાય છે, થાક લાગે છે અને ઝાડે થાય છે તે નરમ થાય છે. વળી તેનું માથું દુખે છે. એ લક્ષણે ઉપરથી પિત્તની મૂઈ ઓળખવી.
કફની મૂછનું લક્ષણ, धूमाकुलां दिशं पश्येत् तमः पश्यति यः पुरः। कासते शुक्लनेत्रत्वं मन्दाग्यङ्गेषु शीतता ॥ चिरात् प्रबुध्यतेऽत्यर्थ कण्ठं च घुघुरायते ।
हृल्लासो मूर्छा विज्ञेया कफजा च विचक्षणैः ॥ કફની મૂછવાળો રોગી પ્રથમ સઘળી દિશાઓને ધૂમાડાથી ભરાઈ ગયેલી દેખે છે તથા પછી અંધકારમય દેખે છે, તેની આંખે સફેદ દેખાય છે, તેને જઠરાગ્નિ મંદ હોય છે, તેનાં અંગ ઠંડાં થઈ ગયાં હોય છે, મૂછમાંથી ઘણીવારે જાગે છે, કંઠમાં ઘધર અવાજ થાય છે, છાતીમાં દરદ થાય છે. એ મૂછ કફથી થયેલી છે એમ વિલક્ષણ પુરૂષોએ જાણવું.
સન્નિપાત મૂછ. सन्निपातादपस्मारो दृश्यते भिषजांवर! । स प्राणिनं घातयति रक्तेन सहितो यदि ॥
सप्राणिघातं कुरुते नरं चाशु तमोवृतः। હે વૈવોમાં શ્રેષ્ઠ હારી! વાત, પિત્ત, કફ, એ ત્રણે દોષ કેપવાથી જે અપસ્માર (મૂળ) થતો જણાય છે, તેમાં જે લેહીને પ્રકોપ હોય તે તે પ્રાણીને નાશ કરે છે એ અપસ્મારમાં તત્કાળ અંધકાર પથરાઈ જાય છે અને પ્રાણી મરણ પામે છે.
- રક્તબંધની મૂછ, रक्तगन्धेन मूर्च्छन्ति तेन मूर्छा शिरोव्यथा।
कम्पते नष्टचेष्टश्च जल्पते वमते पुनः ॥ લેહી વાસ આવવાથી મનુષ્યને મૂછ થાય છે, તેમાં મનુષ્ય બેભાન થઈ જાય છે, તેનું માથું દુખે છે, તેનું અંગ કરે છે, તેની ચેષ્ટાઓ નાશ પામી જાય છે તે લવાર કરે છે અને ઉલટી કરે છે.
For Private and Personal Use Only