________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય અઢારમે.
૫૪૧
પાઈને વાયુની મૂછ મટાડવી; કાશ્મ (શીવણ) અને જેઠીમધ, એ બે ઔષધ આપીને પિત્તની મૂછને નાશ કરે; જેઠીમધના કવાર્થમાં કે આમળાંના રસમાં સિદ્ધ કરેલું ઘી આપીને કફની મૂછને નાશ કરે. અરડૂસ, સાકર અને ડાંગરની ધાણી, એ સર્વેમાંથી નાખીને તેને ઠંડુ કરીને પીવું. રોગીને મધ પાવાથી પણ મૂર્ણ મટે છે. જે વર કે બીજા રેગવાળો હોય તેની તંદ્રા કે નિદ્રા મટાડવી હોય તે અનેક પ્રકારના આલાપ કરીને, ગાઈને, નૃત્ય કરીને અને હાસ્ય કરીને, તેની દિવસની નિદ્રા તથા તંદ્રા મટાડવી.
નિદ્રાની ચિકિત્સા,
यदा रात्रौ न निद्रा स्यात् तदा कुर्यादिमां क्रियाम् । काकमाच्यास्तु मूलं च शिखां बद्धा भिषग्वरः । अधोमुखीं शिखां बद्धा निद्रां जनयते निशि ॥ मस्तुना पादतलको मर्दयेन्निद्रणार्थिनाम् । यस्य नो दिवसे निद्रा तस्य निद्रा निशासु च ॥ भयात् चिन्तया लोभेन या निद्रा न भवेनिशि। तत् चिन्तादि परित्यज्य निद्रा संजायते क्षणात् ।। सिंही व्याघ्री सिंहमुखी काकमाची पुनर्नवा । वार्ताकानां च मूलानां काथो निद्राकरो नृणाम् ॥ काकजङ्घा चापामार्गः कोकिलाक्षः सुपर्णिका । क्वाथो निद्राकरः शीघ्रं मूलं वा बन्धयेच्छिखाम् ॥
જે રાત્રે ઊંઘ ન આવતી હોય તે આ નીચે કહેલી ક્રિયા કરવી – કાકાચી (હાડિયા કરસણ) ના મૂળને વૈધે રેગીની રોટલી સાથે બાંધવું, એવી રીતે કે મૂળ નીચે મોઢે રહે. એ ઉપાયથી રોગીને રાત્રે નિદ્રા આવે છે. અથવા જેને ઊંઘવાની જરૂર હોય તે મનુષ્યના પગનાં તળિયાને દહીંની તરવડે મર્દન કરવું, તેથી જેને દિવસે ઊંધ નહિ આવતી હોય તેને રાત્રે નિદ્રા આવશે. ભયથી, ચિંતાથી કે લેભથી જેને રાત્રે ઊંઘ ન આવતી હોય તો તે ભય, ચિંતા કે લોભનો ત્યાગ કર
For Private and Personal Use Only