________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૩૪
હારીતસંહિતા.
अष्टादशोऽध्यायः।
મૂછ રંગની ચિકિત્સા
મૂછના હેતુ,
आत्रेय उवाच । वेगाभिघातेन निरोधकेन क्षीणक्षताद्वा तृषितेन वापि । विरुद्धभक्तानविभक्षणेन दोषः प्रदुष्टः प्रकरोति मूर्छाम् ॥
આત્રેય કહે છે. –વેગવડે વાગવાથી, શ્વાસાદિકના વેગ રોકવાથી, ધાતુઓ વગેરેનો ક્ષય થઈ જવાથી, શસ્ત્રદિને ઘા વાગવાથી, તરસથી તથા વિરૂદ્ધ ભજન કે અન્ન વગેરે ખાવાથી વાતાદિ દોષ બિગાડ પામીને મૂછ ઉત્પન્ન કરે છે.
મૂછની સંપ્રાપ્તિ, पञ्चेन्द्रियाणां संलग्नाः प्रत्येकं द्वादशादयः । पञ्चेन्द्रियाणां सहिता नाडिका षष्टिसंख्यया ॥ रुन्धन्ति नाडिकाद्वारं तेन चेतो विमूर्च्छति । संज्ञानाशो भवेच्छीघ्रं निश्चेती भवते नरः॥ पतते काष्ठवत् तूर्ण मोहो मूर्छा निगद्यते ॥ પાંચ ઇંદ્રિયમાંથી પ્રત્યેક ઈદ્રિયની સાથે બાર બાર મુખ્ય નાડીઓ સંબંધ રાખીને રહેલી છે. અને તેથી પાંચ ઇંદિની સામટી મળીને સાઠ નાડીઓ થાય છે. વાતાદિક દેવ એ નાડીઓનાં કારને રોકે છે, તેથી મન મૂછિત થઈ જાય છે. મન મૂછિત થાય છે એટલે તરતજ મનુષ્યની જ્ઞાન ગ્રહણ કરવાની શક્તિને નાશ થાય છે અને મનુષ્ય ચેતના રહિત થઈને તત્કાલ લાકડાની પેઠે પૃથ્વી ઉપર પડે છે. એવી રીતે જે સંજ્ઞા નાશ થે તેને મેહ કે મૂછ કહે છે.
મૂછના પ્રકાર सा षविधा समुद्दिष्टा वातपित्तकफात् तथा । शोणितादभिघातेन मद्यनाथ विषेण वा ॥
For Private and Personal Use Only